Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

600 વર્ષની અંદર પૃથ્વી આગનો ગોળો બની જશે : સ્ટીફન હોકિંગ

- બ્રિટિશ વૈજ્ઞાનિક સ્ટિફન હોકિંગે કર્યો ચોંકાવનારો ખુલાસો

પેઈચિંગ, તા. 10 નવેમ્બર 2017, શુક્રવાર

આપણી આ પૃથ્વી આવનારા 600 વર્ષની અંદર એક અગ્નિનો ગોળો બની જશે એવુ બ્રિટિશ વૈજ્ઞાનિક સ્ટિફન હોકિંગે જણાવ્યું  છે.

બ્રિટિશ વૈજ્ઞાનિક સ્ટિફન હોકિંગે ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યુ કે માણસોની વધતી સંખ્યા અને મોટા પ્રમાણમાં ઉર્જાના ઉપયોગ ના કારણે પૃથ્વી આવતા 600 વર્ષથી પણ ઓછા સમયગાળામાં અગ્નિનો ગોળો બની જશે.

આ ઉપરાંત તેમને કહ્યું કે જો માણસે પોતાનુ અસ્તિત્વ ટકાવી રાખવુ હોય તો તેમને એવા ગ્રહ ઉપર જવુ પડશે જ્યાં આજ સુધી કોઈ ગયુ ના હોય. સ્ટીફને વૈજ્ઞાનિકોને અપિલ કરતા કહ્યું કે તેઓ સૌરમંડળની બહાર એક એવા તારાની શોધ કરે જ્યાં ગ્રહોની પરીક્રમા માણસોના રહેવા માટે અનુકુળ હોય.

આ ઉપરાંત સ્ટિફને અલ્ફા સેનટરી નામ ઉપર એક તારા ઉપર ઈશારો કર્યો હતો. જે તારો માણસોને રહેવા માટે અનુકુળ છે. જે પૃથ્વીથી લગભગ ચાર અરબ પ્રકાશ વર્ષ દૂર આવેલો છે.

પેઈચિંગમાં યોજાયેલી ટેન્સેટ ડબ્લ્યુઈની સમિટમાં એક વિડીયો સંદેશ દ્ધારા સ્ટીફને જણાવ્યું કે માણસોની વધતી જનસંખ્યા અને વધુ પડતા ઉર્જાના ઉપયોગના કારણે આપણી દુનિયા આગના ગોળામાં રૂપાતરીંત થઈ જશે.

આ ઉપરાંત સ્ટીફને વૈજ્ઞાનિકોને સલાહ આપતા કહ્યું કે તેમને એવા એયરક્રાફ્ટ માટે કામ કરવુ જોઈએ જે પ્રકાશની ગતિથી ઉડાન ભરી શકે. વધુમાં સ્ટીફને કહ્યું કે એક એવી પ્રણાલી વિકસિત કરવામાં આવે જે મંગળ ઉપર એક કલાકમાં અને પ્લૂટો ઉપર એક દિવસમાં પહોંચાડી શકે.  
 

Post Comments