Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પોર્ટુગલનાં જંગલોમાં લાગેલી ભીષણ આગ ત્રીજા દિવસે પણ બેકાબુ

- આગ ઠારવા માટે ૨૦૦૦ ફાયર ફાઈટર્સ કામે લાગ્યા

- આગની લપેટમાં આવીને ૬૨ લોકો મૃત્યુ પામ્યા પછી સ્થિતિને થાળે પાડવા દોડધામ : ફ્રાન્સ, સ્પેન અને ઈટાલીએ મદદનો હાથ લંબાવ્યો

પેડ્રોગાઓ ગ્રાન્ડે, તા. ૧૯ સોમવાર, જૂન 2017
પોર્ટુગલના જંગલોમાં લાગેલી ભીષણ આગને કાબુમાં લેવા માટે ત્રીજા દિવસે પણ સફળતા મળી ન હતી. લગભગ ૨૦૦૦ ફાયર ફાઈટર્સે આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા છે. ફ્રાન્સ, સ્પેન અને ઈટાલીને પોર્ટુગલને મદદ મોકલી છે.

પોર્ટુગલના મધ્ય વિસ્તારના જંગલોમાં ફાટી નીકળેલી ભીષણ આગમાં ૬૨ લોકોના મૃત્યુ થયા હતા અને કેટલાય લોકો હજુય લાપતા છે. બચાવ ટૂકડીએ લાપતા લોકોની ભાળ મેળવવાની કોશિશ શરૃ કરી હતી. દરમિયાન ૨૦૦૦ જેટલા ફાયર ફાઈટર્સ આગને કાબુમાં લેવા માટે કામે લાગ્યા છે. રાત-દિવસ એક કરીને આગ કાબુમાં લેવા મથતા ફાયર ફાઈટર્સને ધારી સફળતા મળી નથી.

આગ લાગ્યા પછી યુરોપિયન સંઘે પોર્ટુગલને મદદ મોકલવાનું કહ્યું હતું. તેના ભાગરૃપે ફ્રાન્સ, સ્પેન અને ઈટાલીએ મદદ મોકલી હતી. ફાયર ફાઈટર્સને મદદ મળે તે માટે યુરોપિયન સંઘ તરફથી આગ ઠારવામાં મદદ કરે એવા હેલિકોપ્ટર્સ પોર્ટુગલ પહોંચી ગયા છે. ૧૫૦ કિલોમીટર જેટલા વિશાળ વિસ્તારમાં આગ લાગી હોવાથી તેને કાબુમાં લેવાનું કામ કપરું બન્યું છે.

પોર્ટુગલનો ૨૩૬ નંબરનો નેશનલ હાઈવે આગ અને ધૂમાડાના કારણે લગભગ બંધ રહ્યો હતો. ફાયર ફાઈટર્સના વાહનોને જ આ રસ્તા પરથી પસાર થવા દેવાયા હતા. વીસેક કિલોમીટર સુધીનો વિસ્તાર ઘૂંમાડાના કારણે હેલિકોપ્ટર્સમાંથી પણ જોઈ શકાતો ન હતો. તીવ્ર હવાના કારણે આગ ઝડપથી ફેલાતી હતી અને એ કારણે જ તેના પર કાબુ લઈ આવવાનું કામ અઘરું બન્યું હતું.

Post Comments