Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઇન્ડોનેશિયાના સેલ્ફી લેતા વાંદરાને 'પર્સન ઓફ ધી યર' જાહેર કરાયો !

- પ્રાણીઓના કલ્યાણ માટે કામ કરતી સંસ્થાએ નારૃતા નામના મકાઉ વાંદરાનું સન્માન કર્યું

જકાર્તા,તા.૬ ડિસેમ્બર 2017, બુધવાર

ઇન્ડોનેશિયાનો એક મકાઉ વાંદરો જે સેલ્ફી લઇને વિશ્વમાં પ્રસિધ્ધ થઇ ગયો હતો તેને પ્રાણીઓના કલ્યાણ માટે કામ કરતી સંસ્થાએ 'પર્સન ઓફ ધી યર' જાહેર કર્યો હતો.એના ફોટા પર અમેરિકન કોપીરાઇટનો વિવાદ થયો હતો. આ સંસ્થાએ કહ્યું હતું કે  કાળા મકાઉ નારૃતાનું અમે સન્માન કરીએ છીએ.વર્ષ ૨૦૧૧માં સુલાવેસી ટાપુ પર બ્રિટિશ ફોટોગ્રાફર ડેવિડ સ્લેટરે ફોટો લેવા માટે રાખેલા કેમેરાનું શટર નારૃતોએ દબાઇ ફોટો લીધો હતો.

એ ફોટો વાયરલ બનતા એક સંસ્થાએ કેસ કરી દાવો કર્યો હતો કે તે વખતે છ વર્ષની વય ધરાવતા નારૃતોને આ ફોટો ગ્રાફનો માલીક જાહેર કરવો જોઇએ.'નારૃતોના ઐતિહાસિક સેલ્ફીએ કોણ માનવ છે અને કોણ નહીંની દલીલના વિચારને પડકાર્યો હતો અને કોઇ બિન માનવી  પ્રાણી પોતે જ એક મિલકત છે તેના બદલે તે પોતે જ મિલકતનો માલીક બની શકે છે તે જાહેર કરવા અંગે કેસ થયો હતો'એમ સંસ્થાએ કહ્યું હતું.

કોર્ટ કેસના કારણે કાયદાના નિષ્ણાતોમાં પ્રાણીના વ્યક્તિ હોવા અંગે અને પ્રાણી  પણ કોઇ મિલકતનો માલીક બને શકે છે તે માટે આંતરરાષ્ટ્રીય કક્ષાએ વાદ- વિવાદ અને ચર્ચાઓ શરૃ થઇ હતી. સ્લેટરે  દાવો કર્યો હતો કે તેનું સર્જન મેં કર્યું હોવાથીએ ફોટાના માલીક હું છું. તેમણે કહ્યું હતું કે મેં જ ટ્રાયપોર્ટ ગોઠવ્યો હતો અને પછી થોડી ક્ષણો માટે દૂર ગયો હતો. પરત ફરતા મેં જોયું હતું કે નારૃતોએ  તેનો કેમેરો ઝુંટવીને ફોટો લીધો હતો.

બ્રિટિશ ફોટોગ્રાફર પ્રથમ સુનાવણી જીતી ગયા હતા, પરંતુ કેલિફોર્નિયાની બીજી સુનાવણી વખતે આ સંસ્થાએ ઉચ્ચ અદાલતમાં અરજી કરી હતી જેનો સપ્ટેમ્બરમાં ચૂકાદો આવ્યો હતો, પરંતુ ફોટોગ્રાફર સ્લેટરે આ ફોટો દ્વારા જે કંઇ પણ રકમ આવશે તેમાંથી ૨૫ ટકા તાજવાળા મકાઉના સંરક્ષણ માટે દાન આપવા તૈયારી દર્શાવી હતી.

Post Comments