Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પાક. આતંકવાદ ખતમ નહીં કરે તો ભારતની મદદથી ઘૂસીને કાર્યવાહી થશે : અમેરિકા

- અમેરિકા પાક. વિરૃદ્ધ અફઘાનિસ્તાન જેવી કાર્યવાહીની તૈયારીમાં

- નાટો અને ભારતીય સૈન્યની મદદથી ઓપરેશન પણ હાથ ધરવામાં આવી શકે છે

બેજિંગ, તા. 10 નવેમ્બર, 2017, શુક્રવાર

પાકિસ્તાનનો વધી રહેલો આતંકવાદ સમગ્ર વિશ્વ માટે હવે ખતરો બની ગયો છે. આ સ્થિતિ વચ્ચે અમેરિકા પણ હવે પાકિસ્તાનનું નાક દબાવવા માટે ભારત સાથે મળીને આગામી રણનીતી તૈયાર કરી રહ્યું છે. ખુદ અમેરિકાના સંરક્ષણ સેક્રેટરી જિમ મેટીસે આ અંગેની સ્પષ્ટતા કરી છે. તેઓએ જણાવ્યું હતું કે અમેરિકા કોઇ પણ સંજોગોમાં પાકિસ્તાનમાંથી આતંકવાદ ખતમ કરવા માગે છે. અને આ માટે દરેક પ્રકારના પ્રયાસો કરવામાં આવશે. અમે ઇચ્છીએ છીએ કોઇ પણ દેશ આતંકવાદ માટે સેફ હેવન ન હોવો જોઇએ.

જીમે દાવો કર્યો હતો કે આગામી દિવસોમાં જે રીતે અફઘાનિસ્તાનમા આતંકવાદના ખાતમા માટે નાટોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેવી જ રીતે પાકિસ્તાનમાં પણ નાટોને ઉતારવામાં આવશે. આ માટે ભારતની પણ મદદ લેવામાં આવશે પણ હવે પાકિસ્તાનમાંથી આતંકવાદના ખાતમા માટે દરેક પ્રયાસો કરવા અમેરિકાએ કમર કસી લીધી છે. આ પહેલા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ઓગસ્ટ માસમાં સાઉથ એશિયા પોલીસી જાહેર કરી ત્યારે પણ પાકિસ્તાનને આડેહાથ લીધુ હતું. અને આતંકવાદને શરણ આપવા બદલ આકરી ટીકા કરી હતી. સંયુક્ત રાષ્ટ્રમાં પણ ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે કોઇ પણ સંજોગોમાં પાકિસ્તાનના આતંકવાદને સહન નહીં કરી લેવાય.

મેટીસે જણાવ્યું હતું કે અમે એશિયામાં આતંકવાદને ખતમ કરવાની શરૃઆત ભારતથી કરવા માગીએ છીએ. ભારતની મદદ લઇને તેના પાડોશી દેશોમાં જે આતંકવાદ વકર્યો છે તેને ખતમ કરાશે. આ માટે દરેક પ્રકારના પ્રયાસો કરાશે. જરુર પડયે અમેરિકા નાટો સૈન્યને પણ પાક.માં ઉતારી શકે છે. મેટીસે જણાવ્યું હતું કે આ સમગ્ર મામલે અમે પાકિસ્તાન સાથે વાતચીત કરી રહ્યા છીએ અને આગામી દિવસોમાં જો પાકિસ્તાન ખુદ આતંકવાદ સામે આક્રામક પગલા ન લે તો અમેરિકા અને ભારત કાર્યવાહી કરશે.

Keywords India,will,be,prosecuted:,US,

Post Comments