Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દક્ષિણ ચીની સમુદ્ર પર ચીનનો કબજો ભારત અમેરિકા માટે ખતરો: પેન્ટાગોન

- દ.ચીન સમુદ્રમાં ચીનની લશ્કરી કિલ્લેબંધી

- વૈશ્વિક સ્તરે અમેરિકાના પ્રભુત્વને અટકાવવું ચીનનો એક માત્ર ઉદ્દેશ

વન બેલ્ટ વન રોડ દ્વારા ચીન પોતાની પહોંચ પૂર્વથી લઇને પશ્ચિમ સુધી વિસ્તારવા માગે છે
નવી દિલ્હી, તા.13 ફેબ્રુઆરી, 2018, મંગળવાર

વન બેલ્ટ વન રોડ દ્વારા ચીન પોતાની પહોંચ પૂર્વથી લઇને પશ્ચિમ સુધી વિસ્તારવા માગે છે. દક્ષિણ ચીન સમુદ્રમાં ચીનના વિસ્તરણની યોજનાથી દરેક દેશ પરિચિત છે. આ સાથે જ ચીન ભારતના પાડોશી દેશોમાં પોતાની દખલગીરી વધારી દીધી છે. આ દરમિયાન અમેરિકાના સંરક્ષણ મંત્રાલયના હેડકવાર્ટર પેન્ટાગોને જે રિપોર્ટ જાહેર કર્યો છે તે મુશ્કેલી વધારનારો છે.

પેન્ટાગોનનું સ્પષ્ટ માનવું છે કે વિસ્તારવાદી નીતિ આગળ વધારવા માટે ચીન અનૈતિક રીતે  આગળ વધી રહ્યું છે.  દક્ષિણ ચીન સમુદ્રમાં ચીનની લશ્કરી કિલ્લેબંધી ભારત-અમેરિકા સહિતના દેશો માટે ખતરો ઉભો કરી રહી છે. ભારત-પેસેફિક ક્ષેત્રમાં ચીન એક અલગ પ્રકારની વ્યવસ્થાનું નિર્માણ કરી રહ્યું છે જેના પર ગંભીરતાથી વિચારવાની જરૃર છે. ચીનનો એક માત્ર ઉદ્દેશ વૈશ્વિક સ્તરે અમેરિકાના વધતા જતા પ્રભુત્ત્વને રોકવાનો છે.

પેન્ટાગોનનું માનવું છે કે ચીન હવે વ્યૂહાત્મક હરીફ બની ચૂક્યું છે જે પોતાના શિકારી અર્થશાસ્ત્ર દ્વારા પાડોશીઓને ધમકીઓ આપીને પોતાની સરહદને વિસ્તારવાનો પ્રયત્ન કરી રહ્યું છે. ચીન અને રશિયાએ અમેરિકાના ટેકનિકલ લાભોને ઓછા કરી દીધા છે. ભારત-પેસેફિક ક્ષેત્રમાં ચીન સતત બળપૂર્વક પોતાના પાડોશી દેશોને ધમકી આપી રહ્યું છે.

એક ઓક્ટોબરથી શરૃ થનારા નાણાકીય વર્ષ ૨૦૧૯ના બજેટ પ્રસ્તાવ પહેલા પેન્ટાગોને અમેરિકન કોંગ્રેસને આ માહિતી આપી છે. ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે ગઇકાલે જ ૨૦૧૯ના બજેટ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. નાણાકીય વર્ષ કેલેન્ડર વર્ષથી અલગ હોય છે. અમેરિકામાં નાણાકીય વર્ષ ઓક્ટોબરથી સપ્ટેમ્બર સુધીનો હોય છે. પેન્ટાગોનના જણાવ્યા અનુસાર ચીન પોતાની આર્થિક સૈન્ય તૈયારીઓ દ્વારા પોતાની શક્તિઓ વિસ્તારી રહ્યું છે. ચીન એક તરફ ભારત-પ્રશાંત મહાસાગર ક્ષેત્રમાં સૈન્ય આધુનિકીકરણ દ્વારા ક્ષેત્રીય સ્તરે દાદાગીરી કરી રહ્યું છે.

Post Comments