Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સમય અનુસાર દવા લેવી તે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે

- કેટલાક પ્રકારની દવાઓ તેના નિર્ધારિત સમયે લેવી જરૂરી હોય છે

- ગમે ત્યારે ગમે તે પેઇનકિલર દવાઓ શરીર માટે ખૂબ જ નુકશાનકારી હોય છે

અમદાવાદ, તા. 31 ડિસેમ્બર 2017, રવિવાર
 
પેઇન કિલર એક એવી દવા છે જેનો લગભગ બધા લોકો યુઝ કરતા હોય છે. કામનું ભારણ અથવા કોઇ તણાવના કારણે માથાનો દુખાવો, પીઠનો દુખાવો અથવા કોઇ બીમારીને કારણે થતી સમસ્યા દરેકમાં કોઇ વસ્તુ યાદ આવતી હોય તો એ છે પેઇન કિલર. દુખાવાથી રાહત મેળવવા માટે લોકો સમજ્યા વિચાર્યા વગર પેઇનકિલર દવાઓનું સેવન કરતા હોય છે જેનાથી તે સમય માટે તો દુખાવો ઓછો થઇ જાય છે પરંતુ પેઇનકિલર દવાઓથી શરીરને ખૂબ જ નુકશાન પહોંચે છે. 
 
- કેટલીક દવાઓ પાણીમાં ઝડપી ઓગળી જાય છે, આ પ્રકારની દવાઓ જમતા પહેલા લેવી યોગ્ય રહે છે કારણ કે જમ્યા બાદ આ દવા લેતા તે ભોજનની સાથે મિક્સ થવામાં ઘણો સમય લે છે જેનાથી તેની ઝડપી અસર શક્ય બનતી નથી. 
 
- આ દવાઓ પેટમાં એસિડિટી અને અલ્સરની સમસ્યા ઉભી કરે છે એટલા માટે આ દવાઓ ખાલી પેટ લેવાની જગ્યાએ જમ્યા પછી થોડાક સમય બાદ લેવી જોઇએ. દુખાવામાં રાહત આપતી દવાઓ ઉપરાંત બીમારીને ઠીક કરતી એવી કેટલીય દવાઓ હોય છે જે અલ્સર અને એસિડિટી કરી શકે છે એટલામાટે આ તમામ દવાઓને જમ્યા પછી લેવામાં આવે છે. 
 
- અમુક દવાઓ એવી પણ હોય છે જે જમવાના અડધા કલાક પહેલા લેવાનું કહેવામાં આવે છે કારણ કે આ પ્રકારની દવાઓની અસર તેને લીધા પછીના અડધાથી એક કલાકની અંદર જ થતી હોય છે અને જમતા પહેલાના અડધા કલાક પહેલા આ દવા લેવાથી હોજરી સક્રિય બની જાય છે. 

Post Comments