Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સાયબર વૉર દેશને અણુ બોમ્બ કરતાં પણ વધુ આર્થિક નુકસાન કરશે

જીટીયુની ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી તરફથી આઈ.એસ.ઈ.એ. યોજનાના બીજા તબક્કાના પ્રોજેક્ટ તરીકે જીટીયુના ગાંધીનગર કેમ્પસમાં સાયબર સુરક્ષા વિશે ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવસટી (જીટીયુ)ની ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ એન્જીનિયરિંગ એન્ડ ટેકનોલોજી તરફથી આઈ.એસ.ઈ.એ. યોજનાના બીજા તબક્કાના પ્રોજેક્ટ તરીકે જીટીયુના ગાંધીનગર કેમ્પસમાં સાયબર સુરક્ષા વિષે ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ૭૦થી વધુ વિદ્યાર્થીઓ અને ૧૫ ફેકલ્ટી મેમ્બરો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનો મૂળ હેતુ સાયબર સુરક્ષા અને તેના લીધે ઊભા થયેલા પડકારો અંગે જનજાગૃતિ લાવવાનો હતો. આ કાર્યક્રમમાં સોશિયલ મીડિયા અને નેટબેન્કિંગ જેવા ક્ષેત્રોને પરિણામે સાયબર સુરક્ષા સામે તાજેતરમાં ઉપસ્થિત થયેલા પડકારો વિશે વિગતવાર ચર્ચા વિચારણા થઈ હતી હવે જીટીયુમાં અનુસ્નાતક વિદ્યાર્થીઓ સાયબર સિક્યુરિટી વિશે રિસર્ચ કરતા થાય અને તેઓને પ્રેકટીકલ જ્ઞાાન મળે તેના માટે અનેક કાર્યક્રમો યોજવામાં આવનાર છે. તેના પ્રથમ તબક્કામાં આ વર્કશોપ યોજાઈ હતી જેમાં વિવિધ નિષ્ણાતોએ એવો મત વ્યક્ત કર્યો હતો કે દુનિયાભરમાં વિવિધ દેશોએ એકબીજા પર જાસૂસી કરાવવાનું શરૃ કર્યું છે, ત્યારે હવે સાયબર વોર નિશ્ચિત છે. જાસૂસી કરવા માટેના પ્રોગ્રામો બની રહ્યા છે.
મોબાઈલ એપ ઈન્સ્ટોલ કરતા પહેલા ધ્યાન રાખો
જે તે એપ્લિકેશન ચલાવવા માટે આવશ્યક ન હોય એવી વધારાની પરમિશન આપવી નહિ. કોઈપણ એપ ઇન્સ્ટોલ કરો ત્યારે ખાસ ધ્યાન રાખવું કે તેમાં કઈ કઈ પરમિશન આપવી પડે છે તેની તપાસ કરવી અને શક્ય હોય ત્યાં સુધી આવી પરમિશનોને બાયપાસ કરી દેવી. કોઇપણ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરતાં પહેલા પ્રમાણિત છે કે કેમ તેની ચકાસણી કરી લેવી ખાસ કરીને તમારા મોબાઇલમાં તે એપને કારણે કેવા કેવા ફેરફારો થશે અને તે એપનો ઊપયોગ વખતે કેવી પ્રક્રિયા થાય કે કેવી કેવી સિસ્ટમનો તેમાં ઉપયોગ થાય છે તે બધી બાબતોની પણ કાળજી રાખવી.

Post Comments