Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દેશની લશ્કરી ટેકનોલોજીમાં સ્વનિર્ભરતા લાવવા 'નાવિક'ની ખાસ જરૃરિયાત

- માનવ રહિત રેલવે ક્રોસિંગ કે જ્યાં અકસ્માત થતા રહે છે ત્યાં અગાઉથી જ સાયરન વાગશે અને ગંભીર અકસ્માત

- સંપૂર્ણ સ્વદેશી નેવિગેશન સવસ માટે ઈસરો દ્વારા 'નાવિક' સિસ્ટમ વિકસાવવામાં આવી છે

વિશ્વકર્મા કોલેજમાં યોજાયેલા વર્કશોપમાં વાત કરતા વૈજ્ઞાનિકોએ કહ્યું કે આ સિસ્ટમ જ્યારે દરેક ટ્રેનમાં લગાવવામાં આવશે ત્યારે માનવ રહિત રેલવે ક્રોસિંગ કે જ્યાં અકસ્માત થતા રહે છે ત્યાં અગાઉથી જ સાયરન વાગશે અને ગંભીર અકસ્માત થતા રોકી શકાશે આપણા વૈજ્ઞાનિકો દ્વારા  સંપૂર્ણ સ્વદેશી નેવિગેશન સવસ માટે ઈસરો દ્વારા 'નાવિક' સિસ્ટમ વિકસાવવામાં આવી છે જેમાં ઈસરો દ્વારા પ્રસ્થાપિત કરાયેલા સાત ઈંસ્વદેશી ઉપગ્રહનો ઉપયોગ કરાયો છે જેને સમજાવવા માટે વિશ્વકર્મા ગવર્નમેન્ટ એન્જિનિયરીંગ કોલેજ ખાતે એક વર્કશોપનું આયોજન થયું હતું જેમાં ઈસરોના વૈજ્ઞાનિક એન.એમ.દેસાઈ દ્વારા ઘણી જ રસપ્રદ અને પ્રેક્ટિકલ માહિતી આપવામાં આવી હતી. તેઓએ વાત કરતા કહ્યું કે  શા માટે આ સ્વદેશી સિસ્ટમ વિકસાવવાની જરૃર પડી તેની શરૃઆત ભારત ચીન વચ્ચે સરહદ પર  હાલ ચાલી રહેલ વિવાદ છતાં ભારત એકદમ આસ્વસ્થ છે, તેનું મૂળમાં ભારત માટે ઇસરોની વિકસાવેલી સેટેલાઈટ સિસ્ટમ પણ મદદરૃપ છે. કારગીલ યુદ્ધ સમયે જે અડચણો આવી તેવી આધુનિક ટેકનોલોજીની મદદથી નિવારી શકાઈ હોત તથા ભવિષ્યમાં કોઈ મુશ્કેલી ના આવે તે માટે સ્વદેશી સિસ્ટમની તાતી જરૃરિયાત જણાઈ છે. તેઓએ વધુમાં કહ્યું કે ઈસરો દ્વારા સિવિલ એવિએશન માટે વિકસાવવામાં આવેલી સેટેલાઇટ આધારિત 'ગગન'(જીપીએસ એઇડેડ ઓગ્મેન્ટેડ નેવિગેશન) કે જે હાલ માં જીપીએસ ની મદદ દ્વારા ચલાવવામાં આવે છે તે પણ સંપૂર્ણ પણે 'નાવિક' સિસ્ટમ પર લઇ જવામાં આવશે અને સાથે સાથે દરિયામાં સરહદ ઓળંગવામાં થતી તકલીફો માટે  ફક્ત હોકાયંત્રથી હજારો કિલોમીટરનો પ્રવાસ ખેડતા નાવીકો માટે પણ તે ઉપયોગી થશે.

આ સિસ્ટમ ના મુખ્ય બે પ્રકારના ઉપયોગ થશે
એક સિવિલ ઉપયોગો અને બીજું લશ્કરી ઉપયોગો સાત સેટેલાઈટની પ્રણાલીથી ચાલતી આ સિસ્ટમ ખાસ ભારત અને તેની સરહદ થી ફક્ત ૧૫૦૦ કિલોમીટર સુધીની સરહદ સુધીનું કવરેજ તબક્કાવાર વધારવામાં આવશે અને ભવિષ્યમાં જીપીએસ નું સંપૂર્ણપણે નાવિક સિસ્ટમ વડે રૃપાંતરિત કરાશે. આ પ્રણાલી અંતર્ગત છેલ્લા ઉપગ્રહ નાં પ્રક્ષેપણમાં ખુદ આ જ સિસ્ટમ નો ઉપયોગ કરાયો હતો જે એક અનન્ય કદમ છે.

Post Comments