For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અમદાવાદ એરપોર્ટ પર 150 મુસાફરો સવાર ઇન્ડિગો ફ્લાઇટનું ટાયર ફાટ્યું, સદનસીબે જાનહાનિ ટળી

Updated: May 10th, 2024

અમદાવાદ એરપોર્ટ પર 150 મુસાફરો સવાર ઇન્ડિગો ફ્લાઇટનું ટાયર ફાટ્યું, સદનસીબે જાનહાનિ ટળી

Indigo Flight Tire Burst : અમદાવાદના સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આજે ઇન્ડિયો ફ્લાઇટનું ટાયર ફાટ્યું હતું. આ અકસ્માતને જેને લઈને ફ્લાઇટમાં સવાર 150 મુસાફરોના જીવ અધ્ધરતાલ થઈ ગયા હતા. જોકે, સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી.

આજે (10 મે) બપોરે 4 વાગ્યે બેંગલુરૂથી અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થયેલી ઇન્ડિગોની ફ્લાઇટ 6E 6595નું આખું ટાયર ફાટી ગયું હતું. જેને લઈને અચાનક ફ્લાઇટ રનવે પર રોકાઈ ગઈ હતી. ફ્લાઈટમાં 150 જેટલા મુસાફરો સવાર હતા. ઘટના બનતા જ તમામ મુસાફરોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ત્યારબાદ તાત્કાલિક ફ્લાઇટના પાયલોટે એટીસીનો સંપર્ક કર્યો હતો. એરપોર્ટ ઓથોરિટીએ તાત્કાલિક ધોરણે ફ્લાઇટને અન્ય સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાવ્યું હતું. જેને લઈને અન્ય ફ્લાઇટ સમયસર અવર-જવર કરી શકે. તો મુસાફરોને પણ સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. 

બીજી તરફ ઇન્ડિગો ફ્લાઇટમાં ટાયર ફાટવાની ઘટના બનતા બેંગલુરુ જનારા 175 જેટલા મુસાફરો અટવાયા હતા. બેંગલુરુથી આવેલી ફ્લાઇટ સાંજે 4:35 કલાકે ફરી બેંગલુરૂ જવા રવાના થવાની હતી. જોકે ફ્લાઇટનું ટાયર ફાટતા આ ફ્લાઇટ રાત્રે 9:30 કલાકે રવાના થઈ હતી. તો આ જ ફ્લાઇટ બેંગ્લોરથી પૂણે જવાની હતી. ત્યાં પણ મુસાફરો અટવાયા હતા.

Gujarat