Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દિલ ચાહતા હૈની સિક્વલની કોઇ યોજના નથી

-ફરહાન અખ્તરે કરેલી સ્પષ્ટતા

-૧૬ વર્ષ પહેલાં રજૂ થયેલી મૂળ ફિલ્મ હિટ હતી

મુંબઇ તા.૧૪

 ટોચના  અભિનેતા-ફિલ્મ સર્જક ફરહાન અખ્તરે કહ્યું હતું કે અમારી હિટ ફિલ્મ દિલ ચાહતા હૈની સિક્વલ બનાવવાની હાલ અમારી કોઇ યોજના નથી.

બેએક વર્ષ પહેલાં એવા અહેવાલો વહેતા થયા હતા કે દિલ ચાહતા હૈની સિક્વલ બનશે. પરંતુ મૂળ ફિલ્મના ડાયરેક્ટર ફરહાન અખ્તરે કહ્યંુ કે એ ફિલ્મની કથાને આગળ લઇ જવાની મારી ન તો ઇચ્છા છે, ન યોજના છે. ઓરિજિનલ ફિલ્મ બની એ સમયની અમારી ઊર્જા, શક્તિ અને તરવરાટ દિલ ચાહતા હૈ ફિલ્મ બનાવવા માટે યોગ્ય હતી. આજે એ વાતાવરણ ક્યાંથી કાઢવું ? 

'હવે આજે હું એની સિક્વલનો વિચાર કરું તો એ પ્રયત્નપૂર્વક કરવું પડે, એમાં સ્વયંસ્ફૂર્ત કશું ન બને અને સ્વાભાવિક સ્પર્શ ન આવે. એ સમય અલગ હતો જ્યારે કંઇક નવું કરી બતાવવાનો તલસાટ હતો, થનગનાટ હતો...' એમ એણે કહ્યુ ંહતું.

ઓરિજિનલ ફિલમમાં આમિર ખાન, સૈફ અલી ખાન, અક્ષય ખન્ના, પ્રીતિ ઝિન્ટા અને સોનાલી કુલકર્ણી હતાં અને આ ફિલ્મ કોમેડી કમ રોમાન્ટિક ફિલ્મ હતી જે બોક્સ ઑફિસ પર પણ હિટ નીવડી હતી.

ફરહાને કહ્યંુ કે અનાયાસે જે બની જતું હોય છે એ પ્રયત્નોથી બનતું નથી. અમે સાવ સ્વાભાવિક રીતે વાર્તા વિકસાવી અને રજૂ કરી હતી.

Post Comments