Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે 'રાઝી' ફિલ્મનું ટ્રેલર

- ટ્રેલર જોયા બાદ જાસૂસ બની આલિયાના ફેન બની જશો

આલિયા ભટ્ટની મોસ્ટ અવેટેડ ફિલ્મ રાઝીનું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. ડિરેક્ટર-પ્રોડ્યુસર કરણ જોહરની ફિલ્મ ‘સ્ટૂડેન્ટ ઑફ ધ યર’થી પોતાના કરિયરની શરૂઆત કરનાર આલિયા ભટ્ટ ફરી એક વખત કરણ જોહરની ફિલ્મમાં જોવા મળશે.

આ ફિલ્મમાં ‘હાઇવે’, ‘ડિયર ઝિંદગી’ અને ‘ઉડતા પંજાબ’ જેવી ફિલ્મોમાં પોતાની શાનદાર એક્ટિંગથી પોપ્યુલર થયેલી આલિયા ભટ્ટ કશ્મીરી મહિલાના કેરેક્ટરમાં જોવા મળશે. આ ફિલ્મની સ્ટોરી 1971માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થનાર યુદ્ધ પર આધારિત છે. ફિલ્મમાં આલિયા એક કાશ્મીરી છોકરીનું પાત્ર ભજવશે જેના લગ્ન પાકિસ્તાની સેનાના અધિકાર સાથે થાય છે. વિક્કી રાઝીમાં એક પાકિસ્તાની સેના અધિકારીની ભૂમિકામાં છે.

આલિયા ભટ્ટ અને એક્ટર વિક્કી કૌશલની ફિલ્મ 'રાઝી' મે મહિનામાં રિલીઝ થવાની છે. કરણ જોહરની આ ફિલ્મને લેખક ગુલઝારની દિકરી અને ડિરેક્ટર મેઘના ગુલઝાર ડિરેક્ટ કરી છે. મેઘના ગુલઝાર આ પહેલા તલવાર અને જસ્ટ મેરિડ જેવી ફિલ્મોને ડિરેક્ટ કરી ચૂકી છે. આલિયાની સાથે ફિલ્મ ‘મસાન’ અને ‘રમન રાઘવ’ જેવી ફિલ્મોનો એક્ટર વિક્કી કૌશલ જોવા મળશે.

Post Comments