Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભોળાનાથનાં નિવાસ સ્થાન કૈલાસનો મહિમા

કૈલાસ પર્વત શિવ- પાર્વતી સાથે જોડાયેલ અભિન્ન અંગ છે. કૈલાસમાં જ સુંદર માન સરોવર શોભે છે. સરોવરના હંસો પણ શ્વેત છે. માનવો માટે કૈલાસ ચઢવું ખુબ જ દુષ્કર તથા કપરૃં છે. કહેવાય છે કે કૈલાસ પર્વતની  નીચે પણ મોટી નગરી છે.

દેવાધિદેવ મહાદેવનું નિવાસ સ્થાન એટલે અત્યંત શીતલ, હિમાચ્છાદિત કૈલાસ પર્વત, શાસ્ત્રોમાં હિમાલયની ઉત્તરે સ્થિત પવિત્ર કૈલાસ પર્વતનો મહિમા ગાવામાં આવ્યો છે. શિવ મહાપુરાણના અધ્યાય બીજામાં રૃદ્રસંહિતાના સૃષ્ટિ ઉપાખ્યાન ખંડમાં તથા અન્યત્ર કૈલાસ પર્વતને લગતી કથા વાંચવા મળે છે.

કુબેરના તપોબળે શિવજીએ કૈલાસ આવવું પડેલું તથા શિવજી રૃદ્ર રૃપે ઉત્પન્ન થયેલા તેની કથા આવે છે. કુબેરની ભક્તિથી કૈલાસ પર શિવજી વસ્યા. મહાદેવનું નિવાસ સ્થાન વિશ્વકર્માએ તૈયાર કરેલું. શિવજીએ કુબેરને અલકાપુરી મોકલીને પછી પોતે કૈલાસમાં નિવાસ કરવા લાગ્યા.

દક્ષના યજ્ઞાનો નાશ કરીને વીરભદ્ર કૈલાસ ગયો. રૃદ્રના સૈનિકો પણ પરત આવ્યા અને દેવો તથા મુનિઓ દક્ષ જીવીત થાય તે માટે શું કરવું તે વિચારવા લાગ્યા. વિષ્ણુએ સૌને મહાદેવ પાસે જવાની સુચના આપી. બધા ક્ષમા માગવા શિવજી પાસે આવ્યા.

પ્રભુ સદાશિવનો કૈલાસ પર્વત જોઈને બધા રોમાંચિત થયા. નજીકમાં જ કુબેરની અલકાપુરી આવેલી છે. ત્યાંનુ વન, ઔષધિઓ દિવ્ય છે. નંદા અને અલકનંદા નામની નદીઓ ત્યાં વહી રહી છે. તેની નજીક શિવજીનો પ્રિય વડ પણ દર્શનીય છે. મહાપુણ્ય શાળીઓને જ તેનાં દર્શન થાય છે.

વડની નીચે બેઠક જમાવીને શિવ સાધનામાં લીન રહે છે. સનકાદિક મુનિઓ શિવની સેવામાં લાગેલા રહે છે. વિષ્ણુ તથા મુનિઓ શિવજીની સ્તુતિ કરે છે અને ક્ષમા યાચના કરે છે. અધુરા રહેલા દક્ષ પરી માટે દક્ષને જીવીત કરવા વિનંતી કરે છે અને શિવજી પ્રસન્ન થઈને દક્ષને જીવીત કરવાની ખાત્રી આપે છે. પરંતુ તેનં મુખ બકરાનું હશે તેમ પણ જણાવે છે.

અંતે ધડ ઉપર બકરાનું મુખ લગાડતાં જ દક્ષ જીવીત થઈને સદાશીવની ક્ષમા માંગે છે. ત્યારબાદ અપૂર્ણ રહેલો યજ્ઞા પૂર્ણ કરે છે. અદ્ભૂત સતી ચરિત્રનું વાંચન કરનારને મોક્ષ મળશે તથા સઘળી મનોકામના પૂર્ણ થશે.

કૈલાસ પર્વત વિશે બીજી એક જાણીતી કથા પ્રમાણે તારકાસુર રાક્ષસનો વધ કરવા માટે શક્તિશાળી યુવાનની જરૃર હતી અને તે માટે શિવ વિવાહ સંપન્ન થાય તે પણ આવશ્યક હતું.

દેવોએ કરેલી પ્રાર્થના લક્ષમાં લઈને શિવજીએ મા પાર્વતીનું પાણિગ્રહણ કર્યું. શિવજીની જાન ધામેધુમે કૈલાસ પર પહોંચી. રંગેચંગે વિવાહ સંપન્ન થયો. શિવ-પાર્વતી કૈલાસ પર આવેલા મનોહર વન, ઉપવનમાં વિહાર કરવા લાગ્યાં. પુરૃષ અને પ્રકૃતિનાં મિલનથી કુદરત પણ આનંદિત થઈ ઉઠી.

લીલવનરાજી, ઘટાદાર વૃક્ષો, મનોહર વેલીઓ, સુંદર સરોવરો, સુંદર ફૂલો- ફળો, આકાશગંગા, નિહારિકાઓ, વાયુલહરી બધાં જ થનગની ઉઠયાં. શિવજીની પાર્વતી સાથેની લીલા આગળ વધવા લાગી ત્યાર બાદ યોગ્ય સમય આવતાં જ શિવજીને ત્યાં ષડાનન એટલે કાર્તિકેયનો જન્મ થયો.

એ દિવસ હતો માગસર સુદ છઠ્ઠનો સમય જતાં કાર્તિકેયે તારકાસુર અને પ્રલંભ દૈત્યનો નાશ કર્યો, વિજય મેળવીને કૈલાસમાં પાછા આવ્યા. દિવ્ય સમૃદ્ધિવાળાં વિમાન ઉપર આરૃઢ થઈને કાર્તિકૈય કૈલાસમાં પાછા આવ્યા. શિવ-પાર્વતીએ મહોત્સવ કર્યો અને કુમાર ઉપર વહાલ વરસાવ્યું.

પ્રસન્ન થયેલા શિવ બ્રહ્મા, વિષ્ણુ તથા દેવોને વચન આપે છે કે. તમે કોઈ પણ પ્રકારની મુશ્કેલી કે આપત્તિમાં જોે મને યાદ કરશો તો હું તમારી મદદે અવશ્ય આવીશ. દુષ્ટોનો નાશ કરીને તમોને અભય રાખીશ. સદા તમારૃં કલ્યાણ થશે. આ પછી બધા દેવો પોતાના નિવાસે પાછા ફરે છે.

આમ, કૈલાસ પર્વત શિવ- પાર્વતી સાથે જોડાયેલ અભિન્ન અંગ છે. કૈલાસમાં જ સુંદર માન સરોવર શોભે છે. સરોવરના હંસો પણ શ્વેત છે. માનવો માટે કૈલાસ ચઢવું ખુબ જ દુષ્કર તથા કપરૃં છે. કહેવાય છે કે કૈલાસ પર્વતની  નીચે પણ મોટી નગરી છે. મહાન સંતો, ઋષીઓ, તપસ્વીઓ તેમનાં જીવન કાળ પૂર્ણ થયા બાદ અહીં જ સમાવિષ્ટ થયા છે.

આપણે ત્યાં ભજનોમાં પણ કૈલાસ વિશે લખાયું છે ૧) જેમ કે શંકરને  પાર્વતી, જય જય કૈલાસપતિ ૨) કૈલાસમાં ડમરૃં ડમ ડમ બાજે ૩) ગિરિ કૈલાસે શિવ બીરાજે, ઇતિહાસ કહે છે કે શિવભક્ત રાવણે ગુસ્સામાં કૈલાસપર્વત ઉપાડેલ અને તેને ધ્રુજાવી દીધેલ. સુપ્રસિદ્ધ કૈલાસ પર્વતની ગાથા વાંચનાર, સાંભળનાર અને ગાનાર પર સદાશિવની કૃપા અવશ્ય થાય છે. ઉમાપતિ મહાદેવની જય !

- ભરત અંજારિયા


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar


 

Post Comments