Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

SBIની રૃ.૨૪૧૬ કરોડની જંગી ખોટ ડૂબત લોન અધધ... રૃ.૧.૯૯ લાખ કરોડ

- એનપીએ માટે જોગવાઈ ૧૧૧ ટકા વધીને રૃ.૧૮,૮૭૬ કરોડ

- લોનની ટકાવારીના કુલ એનપીએ વધીને ૧૦.૩૫ ટકા પહોંચી

મુંબઈ, તા. 09 ફેબ્રુઆરી 2018, શુક્રવાર

ભારતની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા(એસબીઆઈ)એ ૩૧,ડિસેમ્બર ૨૦૧૭ના પૂરા થયેલા ત્રીજા ત્રિમાસિકની રૃ.૨૪૧૬ કરોડની જંગી ચોખ્ખી ખોટ નોંધાવી છે. જે ગત વર્ષના સમાનગાળામાં રૃ.૨૧૫૨.૧૪ કરોડનો ચોખ્ખો નફો કર્યો હતો.

 બેંક દ્વારા એનપીએ માટે જોગવાઈ અને કન્ટીજન્સીઝ ૧૧૧ ટકા વધીને રૃ.૧૮,૮૭૬.૨૧ કરોડની કરવામાં આવી છે. જે ગત વર્ષે સમાનગાળામાં રૃ.૮૯૪૨.૮૩ કરોડની કરાઈ હતી.

સ્ટેન્ડએલોન ધોરણે બેંકની નોન-પર્ફોર્મિંગ એસેટ-ડૂબત લોનનો આંક વર્ષ ૨૦૧૬ના સમાનગાળાના રૃ.૧.૦૮ લાખ કરોડની તુલનાએ વધીને ૧.૯૯ લાખ કરોડ પહોંચી છે.બેંકની વ્યાજ સિવાયની આવક ૨૯.૭૫ ટકા ઘટીને રૃ.૮૦.૮૪ અબજ થઈ છે. જે ગત વખતે રૃ.૧૧૫.૦૭ અબજ થઈ હતી. ફિ સિવાયની આવક ૧૮.૩૮ ટકા ઘટીને રૃ.૧૪૪.૦૧ અબજ થઈ છે. જે ગત વખતે રૃ.૧૧૭.૫૫ અબજ થઈ હતી. ફી આવક રૃ.૪૭.૧ અબજ થી ૫.૭૧ ટકા વધીને રૃ.૪૯.૭૯ અબજ પહોંચી છે.

બેંકની કુલ ડૂબત લોન પણ કુલ લોનની ટકાવારી તરીકે ૯.૮૩ ટકાની તુલનાએ વધીને ૧૦.૩૫ ટકા થઈ છે. નેટ ડૂબત લોન-એનપીએ ૪.૨૪ ટકાની તુલનાએ વધીને ૫.૬૧ ટકા થઈ છે. બેંકની નેટ નોન-પરફોર્મિંગ એસેટ્સ રૃ.૬૧૪.૩૦ અબજની તુલનાએ વધીને ૧.૦૨ લાખ કરોડ થઈ છે.

Post Comments