Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

શેરબજારની સાથોસાથ રૃપિયો તૂટયો : ડોલર ઉંચકાતાં સોના-ચાંદીમાં ફરીથી ચમકારો

- પ્લેટીનમ અને પેલેડીયમ વચ્ચેનો ભાવ તફાવત સંકડાયો

મુંબઈ,તા. 09 ફેબ્રુઆરી 2018, શુક્રવાર

મુંબઈ સોના-ચાંદી બજારમાં આજે  આંચકા પચાવી ભાવ ફરી વધી આવ્યા હતા.  શેરબજારો ગબડતાં આજે મુંબઈ કરન્સી બજારમાં રૃપિયો તૂટયો હતો જ્યારે  ડોલરના ભાવ ઉંચકાયા હતા તેના પગલે ઘરઆંગણે આયાત પડતર ઉંચકાતાં ઝવેરી બજારમાં  આજે ઘટયા મથાળે નવી વેચવાલી અટકી માનસ લેવાનું હતું.

મુંબઈ કરન્સી બજારમાં ડોલરના ભાવ રૃ.૬૪.૨૬ વનાળા ઉંચામાં રૃ.૬૪.૫૧  તથા નીચામાં ૬૪.૨૯ રહી છેલ્લે ભાવ રૃ.૬૪.૩૯ બોલાયા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ આજે ઔંશના ૧૩૦૭ ડોલરવાળા ઉંચામાં સોનાના ભાવ ૧૩૨૧.૪૦ થયા પછી સાંજે   ભાવ ૧૩૧૫.૭૫થી ૧૩૧૫.૮૦ ડોલર રહ્યા હતા. મુંબઈ બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૧૦ ગ્રામના ૯૯.૫૦ના  રૃ.૨૯૮૫૫ વાળા ૩૦૦૪૫  થઈ ૨૯૯૮૦ બંધ હતા.  ૯૯.૯૦ના ભાવ રૃ.૩૦૦૦૫ વાળા ૩૦૧૯૫ થઈ ૩૦૧૩૦ બંધ રહ્યા હતા જ્યારે જીએસટી સાથેના ભાવ આ ભાવથી  આશરે ૩ ટકા ઉંચા હતા.  

દરમિયાનમુંબઈ ચાંદીના ભાવ આજે કિલોના ૯૯૯ના રૃ.૩૭૬૭૦ વાળા રૃ.૩૭૯૩૦ થઈ રૃ.૩૭૯૨૦ બંધ રહ્યા પછી સાંજે ભાવ રૃ.૩૮૦૦૦થી ૩૮૦૫૦  રહ્યા હતા  જયારે  જીએસટી સાથેના ભાવ આ ભાવથી  આશરે રૃ.૧૦૦૦ થી ૧૦૫૦ જેટલા ઉંચા રહ્યા હતા. વિશ્વ બજારમાં  આજે સોના પાછળ ચાંદીના ભાવ ઔંશના ૧૬.૨૪ ડોલરવાળા ઉંચામાં  ૧૬.૪૨ થઈ સાંજે ભાવ ૧૬.૩૫થી ૧૬.૩૬ ડોલર હતા. વિશ્વ બજારમાં   ડોલર ઘટતાં સોનામાં ઘટાડે ભાવ ઉંચકાયા હતા.  દરમિયાન,  વિશ્વ બજારમાં પ્લેટીનમના  ભાવ ઔંશના  ૯૭૧.૫૭ ડોલર તથા પેલેડીયમના ભાવ ઔંશના ૯૭૧.૫૭ ડોલર તથા પેલેડીયમના ભાવ ૯૭૩.૪૦થી ૯૭૩.૪૫ ડોલર સાંજે હતા.  બન્ને વચ્ચેનો ભાવ તફાવત સંકડાઈ ગયો હતો. વિશ્વ બજારમાં અમેરિકાના શેરબજારો તૂટયા હતા. ઉપરાંત ત્યાં સરકારી ખર્ચ પર શટડાઉન આવતાં વિશ્વ બજારમાં ડોલર  ઉંચેથી નીચો આવ્યો હતો.

વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ઘટી સાંજે  બેરલદીઠ બ્રેન્ટક્રૂડના  ૬૪.૩૮ ડોલર તથા ન્યુયોર્કના  ભાવ ૬૦.૫૨ ડોલર હતા.  અમેરિકામાં ઉત્પાદન વધ્યા પછી હવે ધ્યાનમાં પણ ઉત્પાદન વધી રહ્યાના નિર્દેશો વિશ્વ બજારમાંથી મળી રહ્યા હતા.

વિશ્વ બજારમાં  યુરોના ભાવ ઘટયા હતા બ્રિટીશ પાઉન્ડ તથા જાપાનના યેનના ભાવ  ઉંચકાયા હતા. વિશ્વ બજારમાં ઓલીમ્પીકમાં સાઉથ કોરિયા  તથા નોર્થ કોરિયાએ સાથે ભાગ લીધો હોવાના સમાચાર હતા. આમ બંને કોરિયા  વચ્ચે હવે પછી જો સાંતિ સ્થપાશે તો વૈશ્વિક સ્તરે આ પ્રશ્ને  અજંપો  હળવો થવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા.   આમ થશે તો વિશ્વ બજારમાં સોનાના ભાવ દબાણ હેઠળ આવવાની આશા બતાવાઈ રહી હતી. અમેરિકામાં  જોબલેસ કલેઈમ્સ રોજગારીના દાવાઓ ૯ હજાર ઘટીને ૨ લાખ ૨૧ હજાર નોંધાયાના  સમાચાર હતા.  તાજેતરમાં જોબ માર્કેટમાં સુધારો આવી રહ્યાના નિર્દેશો રહ્યા છે.

Post Comments