Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કરસંધિના માધ્યમથી લાભ મેળવનાર રોકાણકારોને આવકવેરાની નોટિસ

- જો પૂરતા પૂરાવા રજૂ નહીં થાય તો ટેક્સની માંગણી થવાની સંભાવના

નવી દિલ્હી, તા. 13 માર્ચ 2018, મંગળવાર

સિંગાપોર, સાયપ્રસ તેમજ મોરેશિયસ જેવા ટેક્સ હેવન દેશોમાં નાણાંકીય વ્યવહાર કરનાર રોકાણકારોને કર સંધિ હેઠળ થયેલા ફાયદા સંદર્ભે આવકવેરા વિભાગ દ્વારા નોટિસ પાઠવીને આ અંગે વિગતો મંગાવવામાં આવી હોવાનું જાણવા મળે છે.

આ નોટિસના પગલે તંત્ર તમામ વિગતો એકઠી કરી તપાસ હાથ ધરશે.

રોકાણકારોએ ટેક્સ ટ્રિટિ બેનિફિટના જે ક્લેઈમ કર્યા હતા તે સાચા હતા કે ખોટા. ૨૦૧૪-૧૫ પછીના વર્ષોમાં ફોરેન ટેક્સ ક્રેડિટ નિયમો લાગુ થયા  હતા.

આ નિયમો હેઠળ, ક્રેડિટનો ક્લેમ કરવાની શરતો નક્કી થઈ હતી અને ટેક્સ ડિપાર્ટમેન્ટ ખાતરી કરવા માંગી છે. રોકાણકારોએ ૨૦૧૪-૧૫માં પણ આ શરતોનું પાલન કર્યું હતું કે નહીં, રોકાણકારોએ ઈન્કમટેક્સ એક્ટના સેકશન ૯૦ અને સેકશન ૯૧ હેઠળ નોટિસો  મોકલવામાં આવી છે.

ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ આ સેકશન હેઠળ કોઈ વ્યક્તિ અને ખાસ તો હાઈ-નેટવર્થ ઈન્ડિડિટયુઅલ્સ (HNIs)એ ટ્રીટી બેનિફીટ મેળવ્યા છે કે નહીં તેની તપાસ કરી શકે છે. આવા રોકાણકારો વિદેશમાં ચૂકવેલા ટેક્સની વિગતો બતાવીને ભારતમાં ટેક્સ ભરવામાં મોટી રાહત મેળવતા હોય છે. જો રોકાણકારો પૂરતા ડોક્યુમેન્ટરી પૂરાવા નહીં આપે તો તેમની પાસે ટેક્સની માંગણી કરવામાં આવી શકે છે.

Post Comments