Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સેન્સેક્સ ૩૦૦ પોઇન્ટ ઉંચકાયો છતાં ૫૦ આગેવાન શેરો વર્ષના તળિયે

- તાતા મોટર્સ, સિમેન્સ, પીએફસી અને સુઝલોન તળિયે ૧૪ બેંક શેરો બાવન સપ્તાહની નીચી સપાટીએ

અમદાવાદ,  તા. 08 માર્ચ 2018, ગુરૃવાર

સતત એકધારી પીછેહઠ બાદ નીચા મથાળે નીકળેલ નવી લેવાલી પાછળ આજે સેન્સેક્સ ૩૦૦ પોઇન્ટથી પણ વધુ ઉંચકાયો હોવા છતાં બીએસઇ ૫૦૦ ઇન્ડેક્સમાં સામેલ આગેવાન ૫૦ જેટલા શેર વર્ષની તળિયાની સપાટીએ ઉતરી આવ્યા હતા. બીજી તરફ લિસ્ટેડ બેંક શેરો પૈકી ૧૪ બેંકના શેરના ભાવ પણ બાવન સપ્તાહની નીચી સપાટીએ ઉતરી આવ્યા હતા.

પીએનબી કૌભાંડ તેમજ ટ્રેડ વોર સહિતના સ્થાનિક તેમજ વૈશ્વિક પ્રતિકૂળ અહેવાલો પાછળ સેન્સેક્સમાં એકધારી પીછેહઠ થયા બાદ આજે નીચા મથાળે નીકળેલ નવી લેવાલી પાછળ સેન્સેક્સ ઝડપથી આગળ વધ્યો હતો અને કામકાજના અંતે ૩૦૦થી પણ વધુ પોઇન્ટ ઉંચકાયો હતો.

જો કે, બીજી તરફ ખેલાડીઓ તેમજ રોકાણકારોની ચાલુ રહેલ ગભરાટભરી વેચવાલી પાછળ આજે બીએસઇ ૫૦૦ ક્ષેત્રીય ઇન્ડેક્સમાં સામેલ ૫૦ જેટલા શેરો ઇન્ટ્રા ડે તૂટીને વર્ષની તળિયાની સપાટીએ ઉતરી આવ્યા હતા જેમાં તાતા મોટર્સ, લુપિન, કજરીયા સીરામિક્સ, બોશ, ગ્લેક્સો સ્મીથ ક્લાઇન ફાર્મા, અદાણી પાવર, આરઇસી, સિમેન્સ પાવર ફાઇનાન્સ અને સુઝલોનનો સમાવેશ થાય છે.

બીજી તરફ વેચવાલીના ચાલુ રહેલ દબાણ પાછળ જાહેર અને ખાનગી ક્ષેત્રની ૧૪ જેટલી બેંકના શેરો પણ ઇન્ટ્રા ડે બાવન સપ્તાહની નીચી સપાટીએ ઉતરી આવ્યા હતા જેમાં આરબીએલ બેંક, કર્ણાટકા બેંક, આઇડીએફસી બેંક, કેનેરા બેંક, અલ્હાબાદ બેંક, આંધ્ર બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર, જે એન્ડ કે બેંક, લક્ષ્મીવિલાસ બેંક, સિન્ડીકેટ બેંક, વિજયા બેંક અને યુકો બેંકનો સમાવેશ થાય છે.

ત્રીજી તરફ દેશમાં ખાંડના ઉત્પાદનનો સુધારિત અંદાજ ઉંચો જાહેર થતાં આજે સુગરમિલોના શેરમાં પણ ગાબડા નોંધાયા હતા. આ સિવાય અન્ય કેટલાક શેરોમાં પણ વેચવાલીનું દબાણ આવતા તેમાં પીછેહઠ થવા પામી છે.

છેલ્લા એક માસમાં સેન્સ્કેસ ૩.૭ ટકા તૂટયો છે તો બીજી તરફ બીએસઇ ૫૦૦ ઇન્ડેક્સ ૩.૩ ટકા તૂટયો છે.

એનએસડીએલ ઉપર ઉપલબ્ધ ડેટા મુજબ ગત તા. ૮ ફેબુ્રઆરીથી ૬ માર્ચ ૨૦૧૮ સુધીમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો દ્વારા રૃા. ૧૦૩ અબજની વેચવાલી હાથ ધરાઈ છે. તાજેતરમાં શરુ થયેલા નવા માર્ચ માસમાં પણ બજાર પર પ્રતિકૂળ માહોલ છવાયેલો રહે તેવી બજારના જાણકાર વર્તુળોની ધારણા છે.

આગેવાન શેરો વર્ષના તળિયાની સપાટીએ પટકાયા

કંપની

હાલનો

વર્ષની

-

નીચો ભાવ

નીચી સપાટી

અદાણી પાવર

૨૫.૭૫

૨૫.૬૫

અલ્હાબાદ બેંક

૪૫.૭૫

૪૫.૭૫

આંધ્ર બેંક

૩૮.૪૫

૩૮.૩૫

બેંક ઓફ મહારાષ્ટ્ર

૧૪.૩૫

૧૪.૧૦

બોશ

૧૭૭૭૧.૫૦

૧૭૭૭૦.૦૦

કેનેરા બેંક

૨૪૨.૫૫

૨૪૨.૫૫

ગ્લેક્સો સ્મિથ

૨૨૬૭.૦૫

૨૨૬૭.૦૫

આઇએફસીઆઇ

૨૦.૧૫

૨૦.૩૦

જે.કે. બેંક

૬૦.૩૦

૬૦.૩૦

LIC હાઉ. ફાઇ.

૪૮૦.૧૦

૪૮૦.૦૦

લ્યુપિન

૭૫૭.૧૫

૭૫૦.૦૦

પાવર ફાઇનાન્સ

૯૦.૧૦

૮૯.૭૦

RBl બેંક

૪૪૫.૫૫

૪૪૪.૧૫

સીમેન્સ

૧૦૮૧.૦૦

૧૦૮૧.૦૦

સુઝલોન

૧૦.૮૧

૧૦.૬૩

તાતા મોટર્સ

૩૪૨.૨૫

૩૪૧.૭૫

યુકો બેંક

૨૪.૨૫

૨૪.૫૦

વિજયા બેંક

૫૧.૮૦

૫૧.૬૦

 

Post Comments