Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અર્થશાસ્ત્રમાં આર્થિક અસમાનતાનો મુદ્દો હવે ચર્ચાના કેન્દ્ર સ્થાને

-ધર્મ, જાતિ, રંગ, જ્ઞાતિ, પુરૃષ અને સ્ત્રીના ભેદભાવથી ઉદ્ભવેલી સામાજીક અસમાનતા આજનો સળગતો મુદ્દો છે

અર્થકારણના આટાપાટા-ધવલ મહેતા
 

તા.8 જાન્યુઆરી 2018 સોવાર


પશ્ચિમ જગતના અર્થશાસ્ત્રીઓએ અત્યાર સુધી પોતાનું ધ્યાન બજારના પરિબળો, સપ્લાય અને ડીમાન્ડ, અર્થકારણમાં સંતુલન, ફુગાવો અને બેરોજગારી દૂર કરવા કઇ આર્થિક નીતિઓ અપનાવવી, વિદેશી વ્યાપાર જગતને કેમ લાભદાયી છે અને છેલ્લે આર્થિક વૃધ્ધિ દરને કેવી રીતે વધારવો તેના પર કેન્દ્રીત કર્યું હતું. ૧૯૪૫માં બીજા વિશ્વયુધ્ધ બાદ સંખ્યાબંધ દેશો શાહીવાદની ચુંગાલમાથી છૂટયા અને સ્વતંત્ર થયા ત્યારપછી જ અર્થશાસ્ત્રીઓએ ઇકોનોમીક ડેવલપમેન્ટની અર્થશાસ્ત્રમાં નવી શાખા વિકસાવી તે માટે જાતજાતની થીયરીઝની રચના થઇ.

આર્થિક રીતે ગરીબ દેશો પોતાનો વિકાસ સડસડાટ કરી શકે તેવી કોઈ આર્થિક થીયરી હજી હાથલાગી નથી.જગતના તમામ ગરીબ દેશો પશ્ચિમના દેશોના શાહીવાદી શોષણને કારણે જ ગરીબ રહ્યા કારણ કે ઇંગ્લેન્ડ, જર્મની, ફ્રાંસ, પોર્ટુગલ, સ્પેન જેવા શાહીવાદી દેશોએ અને અમેરીકન શાહીવાદે આડકતરી રીતે તેમને લૂંટી લીધા તે થીયરીમા હવે ડાબેરીઓ અને ભારતના અતિરાષ્ટ્રવાદીઓ જ માને છે.

જો શાહીવાદી દેશોએ જ (ખાસ કરીને ઇંગ્લેન્ડે) ભારતનું શોષણ કર્યું હોય તો ૭૦ વર્ષના સ્વાતંત્ર્ય બાદ ભારત હજી કેમ ગરીબ છે કેમ ભારતની માથાદીઠ આવક વર્લ્ડ બેંક પ્રમાણે ચાલુ ડોલર્સમા ઇ.સ. ૨૦૧૬માં માત્ર ૧૭૪૧ ડોલર્સ છે અને ઝીમ્બાબ્વેની લગભગ ૮૫૦ ડોલર્સ અને આફ્રીકાના એક અન્ય દેશ નાઇજરની માત્ર ૪૧૨ ડોલર્સ હતી જ્યારે અમેરીકાની ૨૦૧૬મા તે ૫૭,૪૬૭ ડોલર્સ, યુ.કેની ૩૯૮૯૯ ડોલર્સ જર્મનીની ૪૧,૯૩૬ ડોલર્સ, ફ્રાંસની ૩૬,૮૫૫ ડોલર્સ હતી અને કોઈ અન્ય દેશમાં  વસાહત સ્થાપી નથી એવા સ્વીત્ઝર્લેન્ડની અધધધ ૭૮,૮૧૨ ડોલર્સ અને તેવો જ બીજો બીનવસાહતવાદી દેશ સ્વીડનની ૫૧,૬૦૦ ડોલર્સ માથાદીઠ આવક હતી.

આની સામે જવાબ આપતા જગતના ગરીબ દેશો અને ખાસ કરીને ડાબેરી મતબિંદુ ધરાવતા કર્મશીલો એમ કહે છે કે ભલે આજે જગતમા પ્રત્યક્ષ (ડાયરેક્ટ) શાહીવાદ (ઇમ્પીરીયાલીઝમ) નથી પરંતુ છુપો, ગૂઢ અને અપ્રત્યક્ષ શાહીવાદ તો છે જ. દા.ત., અમેરિકાએ હજી સુધી કોઈ દેશમા પ્રત્યક્ષ રીતે કોલોની સ્થાપીને રાજ્ય કર્યું નથી. પરંતુ જુદા જુદા દેશોમાં પોતાના મીલીટરી થાણાઓ (જેમા અમેરીકાની સરકારના કાયદા ચાલે છે) નાંખીને તે દેશોમા પોતાની કઠપૂતળી સરકારોની રચના કરે છે. વૈશ્વીકરણથી ભારત સહિત જગતના અનેક ગરીબ દેશોને પણ લાભ થયો છે અને ચીને તો તેમાંથી ઘણો જ લાભ નિકાસ દ્વારા મેળવ્યો છે.

તેમ છતા ડાબેરી દ્રષ્ટિબીંદુ ધરાવતા લોકો માને છે કે વૈશ્વીકરણ એ જગતના ગરીબોને લૂંટવા માટે ધનિક દેશોનું એક મહાન કાવતરૃ છે. વૈશ્વીકરણ મુક્ત વ્યાપાર, મુક્ત વિદેશી મૂડીરોકાણ, મુકત આયાત અને મુક્ત નિકાસ, વગેરે દ્વારા એટલે કે મુક્ત વૈશ્વીક બજારો દ્વારા જગતના અનેક ઉરભતા દેશોની સમૃધ્ધિ પોતાની તરફ ખેંચી લે છે. આ માટે જગતના ધનિક દેશોની બહુરાષ્ટ્રીય કંપનીઓ અને જેમની મજબૂત લોબી જવાબદાર છે.જગતના ઉભરતા દેશોમા અમેરીકા, બ્રીટન, જર્મની, ફ્રાંસ, યુ.કે. વગેરે પ્રત્યક્ષ મૂડીરોકાણ કે અપ્રત્યક્ષ મૂડી રોકાણ કરે છે તે પણ ધનિક દેશોની સમૃધ્ધિ માટે જવાબદાર છે.

દેશો વચ્ચે આર્થિક અસમાનતાજગતના દેશો વચ્ચે હિમાલયની તળેટી અને ટોચ જેટલી આર્થિક અસમાનતા છે. ક્યા ભારતની ૨૦૧૬મા ૧૭૪૧ ડોલર્સ માથાદીઠ આવક અને ક્યાંઅમેરીકાની લગભગ ૩૨ ગણી ૫૭,૪૬૭ ડોલર્સની માથાદીઠ આવક ? જો ભારત દર વર્ષે તેની જીડીપી ૮ ટકાના દરે વધારે તો ૯ વર્ષમાં તે બમણી થઇ જાય. તે પછીના વર્ષમા તે ફરી બમણી થાય. જ્યારે આવુ ૪૫ વર્ષ સતત થાય અને ભારતની વસ્તી આ તમામ ૪૫ વર્ષ દરમિયાન સ્થિર થઇ જાય તો તે અમેરીકાના અત્યારના માથાદીઠ આવકના સ્તર પર પહોંચે પણ ક્યા સુધીમા લગભગ સ્થિર વસતી ધરાવતા જગતના ધનિક દેશો પાછા ક્યાંક આગળ વધી ગયા હોય ? અહીં આપણે દેશની અંદરના લોકો વચ્ચેની આર્થિક અસમાનતાની વાત કરી નથી.

કારણ કે તે એક જુદો વિષય છે પરંતુ જગતમાં દેશ દેશ વચ્ચેની આર્થિક અસમાનતાનો ખ્યાલ એ પરથી આવશે કે ઇ.સ. ૨૦૧૬માં જગતની કુલ વાસ્તવિક આવક ડોલર્સની રીતે ૭૫.૫ ટ્રીલીઅન ડોલર્સ હતી. તેમાં જગતના પાંચ દેશો (યુએસએ, ચીન, જાપાન, જર્મની અને ફ્રાંસ)ની કુલ આવકજગતનીકુલ આવકના પચાસ ટકાથી પણ વધારે હતી. એક જમાનામાં અમેરીકાને ટક્કર આપતું મજબૂત સોવિયેટ રશિયા અત્યારે ગરીબડુ બની ગયુ છે પરંતુ તેનું સ્થાન ચીને લીધું છે. યુ.એસ.એ.ની કુલ રાષ્ટ્રીય આવક જગતની કુલ આવકના લગભગ ૨૫ ટકા છે અને ચીનની રાષ્ટ્રીય આવક જગતની કુલ આવકના લગભગ ૧૫ ટકા છે.

આમ સમૃધ્ધીની દ્રષ્ટિએ જગતનું અતિશય ધૂ્રવીકરણ થયું છે. જગતના દેશોની અંદર પણ આવુ ધુ્રવીકરણ જોવા મળે છે. દા.ત., અમેરિકામાં ૧૯૮૦થી ૨૦૧૦ના ત્રીસ વર્ષના ગાળામાં અમેરિકામાં આર્થિક અસમાનતા વધી છે તેવું ફ્રાંસના થોમસ પીકેરીએ તેમના 'કેપીટલ ઇન ધ ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચ્યુરી' નામના પુસ્તકમા આંકડા સહિત જણાવ્યું છે. ભારતમા પણ આર્થિક અસમાનતા. પીકેરીના મત મુજબ વધી છે.

ભારત સહિત જગતના અનેક દેશોમાં (રશિયામા પણ) બીલીયનર્સ (અબજોપતિ)ની સંખ્યા વધી રહી છે. બીલીઅનર્સની સંપત્તી વધતી જ જશે કારણ કે ભારત સહિત ઘણા દેશોમાં સંપત્તી પર કરવેરા નથી. માત્ર આવક પર છે અહીં આર્થિક અસમાનતા એટલે આવકની અસમાનતા અને સંપત્તીની કે મીલકતની અસમાનતા. આવકમા પગાર, નફો ભાડાની આવક, રોયલ્ટી, શેરોના ડીવીડન્ડ, રોકાણ પર વ્યાજ, ટૂંકાગાળાના કેપીટલ ગેઇન્સ વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે સંપત્તીમા તમારા ઘરો, ઓફીસો, દુકાનો, ઝવેરાત, શેરોમાં બોન્ડઝ, સોનું, રેસના ઘોડા, અલભ્ય પેઇન્ટીઝ, પેટન્ટસ, ફીકસ્ડ ડીપોઝીટ  રીસીટસ  વગેરેનો સમાવેશ થાય છે. જગતના ગરીબો ઉપરની બન્ને બાબતમા ધનિકોનો માર સહન કરે છે.

ધનિક દેશોનો પ્રતિભાવજગતના ધનિક દેશો પોતાની સંપત્તી અને ઊંચી આવકનો બચાવ કરતા જણાવે છે કે અમે ધનિક છીએ કારણ કે અમે ઇંગ્લેન્ડમાં ૨૫૦ વર્ષ પહેલા શરૃ થયેલી અપનાવી લીધી છે, અમે ઝડપથી ઔદ્યોગીકરણ કર્યું છે, શહેરીકરણ કર્યું છે, ઉદ્યોગો માટે જબરજસ્ત ઇન્ફ્રાસ્ટ્રકચર (બંદરો, રસ્તા, બ્રીજ, નહેરો)ની રચના કરી છે. અને અમારા નાગરિકોને લગભગ સો ટકા શિક્ષીત કર્યા છે. ઉચ્ચ શિક્ષણની અતિ ઊંચા ગુણવાળી યુનિવર્સિટીઓ ઉભી કરી છે. અમારામાં કદાપી જ્ઞાાતિપ્રથા ન હતી, અમારા દેશોમાં વર્ગપ્રથા (ક્લાસ સીસ્ટમ) છે અને જ્ઞાાતિપ્રથા જડ છે જ્યારે વર્ગપ્રથામાં તમે હોશિયાર હો તો સડસડાટ ઉપલા વર્ગમા પ્રવેશ કરી શકો છો.

વળી અમે ૧૯મી સદીમા ક્રૂર મુડીવાદને તીલાજલી આપીને ૨૧મી સદીના કલ્યાણ રાજ્યો ઉભા કર્યા છે. અમે અમારી સંપત્તી તમારા શોષણમાંથી નહી પણ અમારા ઉદ્યોગો અને નવી નવી શોધોમાંથી ઉભી કરી છે. ગરીબ દેશો અને મધ્યમ કક્ષાના દેશોએ ક્યાં વળી વૈજ્ઞાનાનિક શોધો કરી છે ? તમે તો અમારી શોધોનું અનુકરણ કરીને સેકન્ડરેટ માલ વટાવો છો. અમારી ઝડપી પ્રગતિનું મુખ્ય એન્જીન અમારી નક્કર શોધો છે જ્યારે તમે પૂરાણા ભારતમાં ધડ પર માથુ બેસાડવાની સર્જરી શોધાઈ હતી. વિજ્ઞાનને ----- હતુ, માણસને પુર્નજીવિત કરી શકે તેવી ઔષધીઓની તેમજ ટેલીવીઝનની શોધ થઇ ચૂકી હતી તેવી હસી હસીને લોટપોટ થઇ જવાય એવા ખોટા દાવાઓ કરો છો ?

વળી અમે નારીસ્વાતંત્ર્યને વરેલા છીએ જેને તમે નારી સ્વચ્છંદતા માનો છો, અમે અમારા જીવનના કેન્દ્રમા વિજ્ઞાાન અને રેશનાલીટીનો વિચારોની સ્થાપના કરી છે જ્યારે તમારા જીવનના કેન્દ્રમાં ધર્મ અને સંતો અને ગુરૃઓ છે જે આધ્યાત્મિક જ્ઞાન આપે છે જે શંકાસ્પદ છે અમે વિજ્ઞાાન અને અદ્યતન તબીબી સારવારથી અમારો સરાસરી જીવન આવરદા ૮૦ વર્ષ ઉપર કર્યો છે અને તમે હજી ૭૦ વર્ષ સુધી પણ પહોંચ્યા નથી. યાદ રહે કે સારાસરીજીવનમા એક વર્ષમાં વધારો કરવો તે પણ હિમાલય લઢવા જેવુ કપરૃ કામ છે, અમે આ પૃથ્વીપરના જીવનને અર્થપૂર્ણ માનીએ છીએ જ્યારે તમે પૃથ્વીપરના જીવનને ક્ષણભંગુર માનીને જીવનની કદર કરતા નથી. તમારે ત્યાં બાળકો માખી અને મચ્છરની જેમ મરી જાય છે તેવું અમારે ત્યાં નથી.

અસમાનતાના હાર્દમાઇ.સ. ૧૭૫૫માં એટલે કે આજથી લગભગ ૨૬૦ વર્ષ પહેલા ફ્રેંચ ફીલોસોફર રૃસોએ 'ડીસર્કોમ ઓન ધ ઓરીજીન ઓફ ઇનઇક્વોલીટી' શીર્ષક હેઠળ એક નિબંધ લખ્યો. આ નિબંધમાં તેમણે જણાવ્યું કે જગતમા આટલી મોટી અસમાનતા (આર્થિક અને સામાજીક) છે તેના મૂળમા મીલકત (ધરાવવાનો) અધીકાર છે. જ્યારે માણસ કુદરતી જીવન જીવતો હતો ત્યારે સુખી હતો કારણ કે શીકારી જીવનની કુદરતી અવસ્થામાં (સ્ટેટ ઓફ નેચર)મા માનવીને મીલકતનો અધિકાર ન હતો. તે વખતે ગુલામીની પ્રથા ન હતી. ઇંગ્લેન્ડના આદમ સ્મીથે કહ્યું કે અસમાનતા તો રહેવાની જ કારણ કે ઉત્પાદન માટે જમીન (કાચોમાલ), શ્રમ, મૂડી અને ઉદ્યોગકારની જરૃર પડે જમીનની માલીકીવાળાને રેન્ટ (ભાડુ) મળે, શ્રમિકોને મજૂરી મળે, મૂડીધારકને વ્યાજ મળે અને આ ત્રણેને ભેગા કરીને ઉત્પાદન એકમના સ્થાપનારને નફો મળે : અસમાનતાનું મૂળ કારણ ------- સ્મીથના પ્રમાણે 'ફન્કશનલ ડીવીઝન ઓફ સેવર'માં છે મૂડી ધારકો વ્યાજની બહુ રકમ લઇ જાય છે અને ઉદ્યોગકારો બહુ નફો કરે છે જ્યારે શ્રમિકોને ઓછુ મહેનતાણુ મળે છે.


ઉપાયો :
જગતમા દેશ દેશ વચ્ચે અને દેશની અંદર આર્થિક અસમાનતા દૂર કરવાનો પ્રયાસ બહુ સફળ થતા નથી. સામ્યવાદીઓએ સોવિયેટરશિયામા ધનિક લોકોની મીલકત ઝૂંટી લીધી તો ય ત્યાં સત્તાની અને સંપત્તીની અસમાનતા ચાલુ રહી. મૂડીવાદી દેશોમા ઊંચા કરવેરા દ્વારા અસમાનતા ઘટાડવાના પ્રયત્નો થાય પછી તે કારણે પણ સફળતા મળી નથી. ધનિકો કરની ચોરી કરે છે અને ઊંચા કરવેરામાંથી મુક્તિ મેળવવા કાળુ નાણુ ઉભુ કરે છે. પોતાના નાગરિકોને મૂડીવાદની અનિશ્ચિતતાથી બચાવવા અને લઘુતમ જીવનધોરણ પૂરૃ પાડવા યુરોપે કલ્યાણ રાજ્યોની રચના કરી છે પરંતુ તેમા તેથી કાઈ આર્થિક અસમાનતા દૂર થતી નથી. થોડીક ઘટે છે ખરી.

બહુ જ ઊંચા કરવેરા નાંખો તો ઉત્પાદન ઘટી જાય કારણ કે ઊંચી આવક મેળવવાનો ઉત્સાહ જ લોકોમા ના રહે, ધનિકોની સંપત્તી ખૂંચવીને બધામાં સરખે ભાગે વહેંચીદો તો નવી સંપત્તીનું સર્જન જ ના થાય, વળી ધારો કે સમાજમા તદ્દન આર્થિક સમાનતા આવી ગઇ પરંતુ, ધર્મ, જાતિ, રંગ, કોમ, જ્ઞાતિ, પુરૃષ-સ્ત્રી ભેદભાવ વગેરે પર ઊભી થયેલી સામાજીક અસમાનતાનું શું કરવું ? માનવજાત માટે આ પ્રશ્નો કાયમના રહેશે અને તે માટેના પ્રયત્નો સતત ચાલુ રહેશે.

Post Comments