Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભાજપના શાસનમાં નાના ઉદ્યોગો ફેક્ટરીઓને તાળા લાગી ગયા

- ભાજપની અણધડ નીતિને કારણે હજારો શ્રમિકો કામધંધા વગરના થયા

ભાવનગર, તા. 10 નવેમ્બર, 2017, શુક્રવાર

સેન્ટર ઓફ ઇન્ડીયન ટ્રેડ યુનિયન્સે હજ્જારો કામદારોની રોજીરોટી ગુમાવવા માટે ભાજપના ૨૨ વર્ષથી શાસન કરતા નેતાઓને દોષિત ઠરાવ્યા હતાં. ભૂતકાળમાં પોતાની નિષ્ક્રીયતા છુપાવવા માટે, સત્તાધારી પક્ષના નેતાઓએ હાલતા-ચાલતા, ભાવનગરના શ્રમજીવીઓ અને યુનિયનો ઉપર દોષનો ટોપલો નાખી છટકી જતા હતા. પરંતુ ભાવનગરમાં ૧૫થી વધુ વર્ષથી યુનિયન પ્રવૃત્તિ બંધ છે.

ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ બનાવેલ એશીયાના નં.૧ એવા બંદરને ખાડે લઇ જવાયું છે ત્યાં યુનિયન પ્રવૃત્તિ જ નથી. નોટબંધી અને જી.એસ.ટી.ના અમલને કારણે સેંકડો નાના કારખાના, હીરાની ઘંટીઓ, પ્લાસ્ટીક ઉદ્યોગ પાવલુમ્સ ઉદ્યોગ, રોલીંગ મીલો અને હજ્જારો કામદારોને રોજીરોટી આપતો બાંધકામ ઉદ્યોગ ઠપ્પ થઇ ગયો છે.

હજ્જારો કામદારો, નાના ઉદ્યોગ ધંધાર્થીઓ-વેપારીઓ રસ્તે રજળતા થયા છે. તેના માટે જવાબદાર કોણ ?? ભાજપ શાસનની નીતિઓને કારણે જ ભયાનક આર્થિક મંદી આવી છે. ભાવનગર શહેર અને જિલ્લામાં છેલ્લા ૧૦ વર્ષમાં એક નવો ઉદ્યોગ સ્થપાયો નથી. હીરા ઉદ્યોગ, પ્લાસ્ટીક ઉદ્યોગ, રોલીંગ મીલો અને નાના ઉદ્યોગો ધંધાર્થીઓને મદદ કરવાનો ભાજપ નેતાઓએ એકપણ પ્રયત્ન કરાયો હોય તો જનતાને જવાબ આપે તેવો ખુલ્લો પડકાર સી.આઇ.ટી.યુ.ના આગેવાનોએ કર્યો હતો. આગામી દિવસોમાં સી.આઇ.ટી.યુ. બંદર, હીરા ઉદ્યોગ, પ્લાસ્ટીક ઉદ્યોગોના વિકાસ પ્રશ્ને ઝુંબેશ ચલાવાશે.

Post Comments