Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભાવનગર: જિંથરી ડેન્ટલ કોલેજમાં ગેરરીત છતાં પગલા ન લેવાતા આમરણ ઉપવાસ

- ૮ મુદ્દા સંદર્ભે સત્વરે કાર્યવાહી કરવાની માગણી

- NSUI ના પ્રદેશ મહામંત્રી દ્વારા યુનિ. કાર્યાલય ખાતે શરૂ કરેલા અનિશ્ચિત મુદ્દતના ઉપવાસ

ભાવનગર, તા. 08 માર્ચ 2018, ગુરૂવાર

એમ.કે. ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન અમરગઢ જિંથરી કોલેજ ઓફ ડેન્ટલ સાયન્સમાં ગેરરીતિ પ્રકરણે રજૂઆત કરવા છતાં યુનિવર્સિટી દ્વારા કોલેજ સામે કોઈ પગલા નહીં લેવાયા હોવાના રોષ સાથે આજથી નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા(એન.એસ.યુ.આઈ.)ના પ્રદેશ મહામંત્રીએ આજથી અનિશ્ચિત મુદ્દતના અનશનનો પ્રારંભ કર્યો હતો.

ગત તા.૧લી માર્ચના રોજ એન.એસ.યુ.આઈ.ના પ્રદેશ મહામંત્રી પવન મજિઠિયાએ પત્રકાર પરિષદ યોજીને સીલસીલાબંધ વિગતો આપતા જણાવ્યું હતું કે, યુનિવર્સિટી સંલગ્ન અમરગઢ જિંથરી સ્થિત કોલેજ ઓફ ડેન્ટલ સાયન્સમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિની વિદેશથી પરીક્ષા આપવા આવેલ હતી. જે સંદર્ભે રાવ ફરિયાદ યુનિવર્સિટી પહોંચતા યુનિવર્સિટીએ તપાસ સમિતિ રચી હતી. જેના અહેવાલમાં સ્પષ્ટ રીતે જણાવાયું છે કે, વર્ષ૨૦૧૬-૧૭ના શૈક્ષણિક સત્રમાં વિદ્યાર્થિનીની હાજરી નહિવત્ છે. એ જ રીતે ૩૦ ટકાથી ઓછી હાજરી હોય તેવા વિદ્યાર્થીઓ હોવા છતાં આ તમામની ટર્મ ગ્રાન્ટ કરી દેવામાં આવેલ છે.

કોલેજ ઓફ ડેન્ટલ સાયન્સમાં યુનિવર્સિટીના નિયમોનો ભંગ કરીને પરીક્ષા લેવામાં આવેલ છે તથા ભરતી પ્રક્રિયા કરવામાં આવેલ છે. આમ, ડેન્ટલ કોલેજમાં ગેરરીતિ થઈ હોવાના આર.ટી.આઈ. દ્વારા પૂરાવા મળ્યા છે અને છતાં યુનિવર્સિટીએ કોઈ કરતા કોઈ પગલા ભર્યા નથી. આથી અનિશ્ચિત મુદ્દતના અનશન આદરવાની ચીમકી આપી હતી. જે મુજબ આજથી યુનિવર્સિટીના કાર્યાલય ખાતે એન.એસ.યુ.આઈ.ના મહામંત્રી પવન મજિઠિયાએ અનિશ્ચિત મુદ્દતના અનશનનો પ્રારંભ કરતા ખળભળાટ થઈ ગયો છે.

Post Comments