Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મહિલા ડોક્ટર કહે છે, મૃતાત્માને વાચા આપવી એ જ મારૂ પરમ કર્તવ્ય: ડો.વૈશાખી દવે

- ડો.વૈશાખી દવે એ સયાજી હોસ્પિટલના 32 વર્ષમાં 25,000થી વધુ મૃતદેહના પોસ્ટમોટર્મ કર્યા

દરેક મૃતાત્મા કાંઇ કહેવા માંગે છે, બળાત્કાર કરી હત્યા કરાયેલી માસૂમ બાળકીનો મૃતદેહ મને હચમચાવી મુકે

(પ્રતિનિધિદ્વારા)  વડોદરા, તા. 8 માર્ચ 2018, ગુરૂવાર

આજે વિશ્વ મહિલા દિનની ગૌરવભેર ઉજવણી થશે ત્યારે વડોદરાની સયાજી હોસ્પિટલમાં  છેલ્લા ૩૨ વર્ષથી અત્યાર સુધીમાં 25,000થી વધુ મૃતદેહના પોસ્ટમોટર્મ કરનાર બ્રાહ્મણ પરિવારની મહિલા ડોક્ટરનો દાખલો મહિલાઓના ગૌરવની યશકલગીમાં એક પીંછુ ઉમેરે તેવો છે.

વડોદરા,સુરત અને રાજકોટ સહિતના શહેરોમા ફોરેન્સિક ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવી ચૂકેલા ડો.વૈશાખી દવે હાલમાં સયાજીહોસ્પિટલમા પોસ્ટમોટર્મ વિભાગમાં ફરજ બજાવી રહ્યા છે.નાગર બ્રાહ્મણ પરિવારની મહિલાના પિતા નિરંજન દવે સાયન્સ ફેકલ્ટીમાં હેડ હતા.

માતા સામાન્ય ગૃહિણી હતા અને ફોઇ તરલિકાબેન માધ્યમિક શિક્ષણ બોર્ડમાં સેક્રેટરી હતા. પતિ યશવંત શુક્લ નિવૃત ઇજનેર છે.

મર્ડર, રેપ, અકસ્માત, દારૃ, આગ જેવા બનાવોમાં મૃત્યુ પામેલા 25 હજારથી વધુ  લોકોના પોસ્ટમોટર્મ કરનાર ડો.વૈશાખી દવેનું કહેવું છે કે, મૃતાત્મા માટે સૂગ શા માટે ? હા, મને ડર અને વિચિત્ર અનુભવ ત્યારે થાય છે જ્યારે કોઇ માસૂમ બાળકના મૃતદેહનું પોસ્ટમોટર્મ કરવાનું થાય છે. તેમાંય જ્યારે બળાત્કાર કરી હત્યા કરાયેલી બાળકીના મૃતદેહનું જ્યારે પોસ્ટમોટર્મ કરવાનું આવે છે ત્યારે હું વિચલિત થઇ જાઉં છુ. દરેક મૃતાત્મા કાંઇ કહેવા માંગતો હોય છે અને મૃતાત્માને વાચા આપવી એ જ મારૃં પરમ કર્તવ્ય છે.

ડેડબોડીને અડક્યા પછી નહાવું, મૃતકની ચીજો કાઢી નાંખવી..જેવી બાબતો પાછળ વિજ્ઞાાન છે

ડૉ.વૈશાખીબેન કહે છે કે, મૃતદેહમાંથી સૂક્ષ્મજંતુઓ નીકળતા હોય છે. તેની દૂષિત ચીજો ઇન્ફેક્શન કરે તેવી શક્યતા હોય છે. કોલ્ડરૃમ અને સ્મશાનમાં મૃતદેહ હોય તો તેની સાથે બીજા પણ મૃતદેહ હોય છે. જેથી કેમિકલ રિએક્શન કે ઇન્ફેક્શન લાગવાની શક્યતા વધુ હોય છે.

આને એક સ્ટરિલાઇઝેશન પ્રક્રિયા પણ કહી શકાય

ડેડબોડીને અડયા પછી નહાવુ, મૃતકની ચીજો કાઢી નાંખવી..ઘર ઘોઇ નાંખવું એ તમામ બાબતો  વાસ્તવમાં એકરીતે તો સ્ટરિલાઇઝેશન પ્રક્રિયા જેવી જ હોવાનું મારૃ માનવું છે.

ગીતાના પાઠ, હોમ-હવન જેટલું મહત્વનું કામ  લોકસેવા માનુ છુ..

હજારો મૃતદેહોના પોસ્ટમોટર્મ કરનાર ડો.વૈશાખી દવેનું કહેવું છે કે,હું પરિવારના સંસ્કારને કારણે હોમ-હવન અને ગીતાના પાઠ સહિત ધાર્મિક વાંચન પણ કરૃ છુ. પરંતુ લોકસેવા પણ મારે માટે  હોમહવન જેટલી જ મહત્વની છે.

Post Comments