Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કોંગ્રેસ શાસનમાં GSPC ની બંધ કરાયેલી સબસીડી કેન્દ્ર સરકારે પુનઃ શરૃ કરી

- ગુજરાતને અન્યાય રૃપ યુપીએ સરકારનો નિર્ણય મોદીએ ફેરવ્યો

- ૨૦૧૩ માં યુપીએ સરકારે એમોનિયા સલ્ફેટ એમોનિયમની સબસીડી બંધ કરતાં જીએસએફસીને વર્ષે ૨૫૦ કરોડનું નુકસાન થતું હતું

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,શુક્રવાર તા. 10 નવેમ્બર 2017
કેન્દ્રમાં કોંગ્રેસની અગાઉની યુપીએ સરકારે ગુજારતને સતત અન્યાય કર્યાની વારંવાર વાતો કરતા પ્રધાનમંત્રી મોદીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી અગાઉ આવા આક્ષેપો સાબિત કરી મહત્વનો નિર્ણય લઇ ગત ૨૦૧૩ માં યુપીએ સરકારે જીએસએફસીને અપાતી કેન્દ્ર સરકારની સબસીડી બંધ કરવાનો નિર્ણય બદલીને તાકીદે સબસીડી શરૃ કરવા આદેશ કર્યો છે. આ નિર્ણયમાં એમોનિયા સલ્ફેટની સબસીડી પુનઃ શરૃ થતાં જીએસએફસીને વર્ષે આશરે રૃા.૨૫૦ કરોડ જેવો ફાયદો થશે.

ગુજરાત સરકારના જાહેર સાહસો પૈકીના એક વડોદરા નજીકના ગુજરાત સ્ટટ ફર્ટિલાઇઝર કંપનીથી ખેડૂતોને ફાયદા માટે કેન્દ્ર સરકારના ફર્ટિલાઇઝર વિભાગ દ્વારા એમોનિયા સલ્ફેટ માટે વર્ષ ૨૦૧૦ થી ખાસ સબસીડી શરૃ કરાઇ હતી.

પરંતુ ૧૮ માર્ચ ૨૦૧૩ થી કેન્દ્રની કોંગ્રેસના નેજા હેઠળની યુપીએ સરકારના ફર્ટિલાઈઝર વિભાગ જીએસએફસીને પત્ર લખી એમોનિયા સલ્ફેટ સબસીડી તાત્કાલિક અસરથી બંધ કરવા આદેશ કર્યો હતો. ઉપરાંત ૨૦૧૦ થી ૨૦૧૩ સુધીનાં સમયગાળામાં અપાયેલી સબસીડીના રૃા.૪૫૨.૬૦ કરોડ રિકવર કરવાની પણ જાણ કરી હતી. કેન્દ્ર સરકારના આ નિર્ણય સામે જીએસએફસીએ કોર્ટનો રાહ પકડવી પડી હતી.

આમ છતાં આ મામલે કોર્ટનો કોઇ અંતિમ ફેંસલો આવ્યો નથી. પરંતુ ૨૦૧૭ માર્ચમાં જીએસએફસી અને કેન્દ્ર સરકારના ફર્ટિલાઈઝર વિભાગના અધિકારીઓ વચ્ચેની બેઠકમાં સમગ્ર મામલે કોર્ટ બહાર સમાધાન કરી જીએસએફસીને સબસીડી યથાવત રાખવા અને ૨૦૧૩ થી અટકેલી સબસીડીની રકમ તબક્કાવાર ચુકવી આપવા નિર્ણય લેવાયો છે.

ઉલ્લેખનીય છે કે રાજયમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઇ છે. ત્યારે ચૂંટણી પૂર્વે પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતના મોટા સાહસને ફાયદો કરી કોંગ્રેસને ભીંસમાં લેવા તખ્તો બનાવ્યો  હતો.

સબસીડીના રૃા.૧૭૦ કરોડ ચુકવાયા બાકીના નાણાં ચુકવવાની વકી
(પ્રતિનિધિદ્વારા) વડોદરા,શુક્રવાર
કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને અપાતા ખાતરમાં ફાયદો થાય તેથી જીએસએફસીને એમોનિયા સલ્ફેટની વિશેષ સબસીડી અપાતી હતી. પરંતુ આ સબસીડી ખેડૂતોને ફાયદો કરાવવાની બદલે અન્યત્ર તેનો ઉપયોગ થતો હોવાનો આક્ષેપ હતો.
જીએસએફસીને કોઈ તક આપ્યા વિના અગાઉ અપાયેલી સબસીડી રિકવર કરવા કરાયેલા નિર્ણયને કોર્ટમાં પડકારાયો હતો.

માર્ચ મહિનામાં કેન્દ્ર સરકાર અને જીએસએફસી વચ્ચે થયેલા સમાધાનમાં યુપીએ સરકારે બંધ કરેલી સબસીડી પુનઃ રાબેતા મુજબ કરવા સહિત ૨૦૧૩ થી ૨૦૧૭ સુધી અટકેલા જીએસએફસીના રૃા.૧૦૦૦ કરોડની સબસીડી પણ ચુકવી આપવાનું નક્કી થયુ હતુ. જેના ભાગરૃપે કેન્દ્ર સરકારે રૃા.૧૭૦ કરોડનો પ્રથમ હપ્તો જીએસએફસીને ચુકવી અન્ય બાકીની રકમ તબક્કાવાર ચુકવાશે એમ માનવામાં આવે છે.

Post Comments