Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભાજપ,આરએસએસ અને એબીવીપીની સંકલન સમિતિ ઉમેદવારો ઉભા રાખશે

- સિન્ડિકેટની ચૂંટણીમાં ભાજપના જ સત્તાધારી જૂથ સામે

- ઉમેદવારો નક્કી કરવા બે દિવસમાં બેઠક બોલાવાશે:સેનેટની જેમ સિન્ડિકેટની ચૂંટણીમાં પણ ભાજપના બે જૂથો વચ્ચે ટકરાવ નિશ્ચિત

વડોદરા,તા.9 ફેબ્રુઆરી 2018, શુક્રવાર

એમ.એસ.યુનિવર્સિટીના ૧૦ સરકાર નિયુક્ત સેનેટ સભ્યોની નિમણૂંક ગુરુવારે થઈ ગયા બાદ હવે ભાજપના સત્તાધારી જૂથ સામે ભાજપ,આરએસએસ અને એબીવીપી તરફી જૂથની સંકલન સમિતિ પણ પોતાનો  ઉમેદવારો ઉભા રાખશે.

સંકલન સમિતિના સૂત્રોએ કહ્યૂું હતું કે ૨ દિવસમાં ઉમેદવારો નક્કી કરવા માટે બેઠક બોલાવવામાં આવશે.સિન્ડિકેટની તમામ બેઠકો માટે અમે પેનલ ઉભી રાખવાના છે.

ઉલ્લેખનીય છે કે સેનેટની ચૂંટણીમાં પણ ભાજપના સત્તાધારી જૂથ સામે સંકલન સમિતિએ પોતાના ઉેમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા.

સરકાર નિયુક્ત સભ્યોની ગઈકાલે થયેલી જાહેરાતમાં સંકલન સમિતિનો હાથ ઉપર રહ્યો છે.આ બાબતની યુનિવર્સિટી કેમ્પસમાં પણ ભારે ચર્ચા છે.ઘણા વખત પછી એવુ બન્યુ છે કે સરકારમાં સત્તાધારી જૂથને લોબિંગ કરવામાં ફટકો પડયો હોય.

જોકે હજી સેનેટમાં બે ધારાસભ્યોની નિમણૂંક થવાની બાકી છે.આ ઉપરાંત સરકાર હાલની સિન્ડિકેટની મુદત ૩ માર્ચે પુરી થતા પહેલા ૪ સરકાર નિયુક્ત સિન્ડિકેટ સભ્યોની પણ જાહેરાત કરે તેવી શક્યતાઓ છે.

સિન્ડિકેટની ૧૪ બેઠકોની ચૂંટણી માટે જાહેરનામું બહાર પડાયું

સિન્ડિકેટની ૧૪ બેઠકો માટે ૨૭ ફેબુ્રઆરીએ યોજાનારી ચૂંટણી માટે જાહેરનામુ બહાર પાડી દેવામાં આવ્યુ છે.

૧૪ બેઠકોમાં ઓપન કેટેગરીની ૬, ડીન કેેટેગરીની ૨, પ્રિન્સિપાલ કેટેગરીની ૧, અધ્યાપક કેટેગરીની ૫ બેઠકોનો સમાવેશ થાય છે.આ ઉપરાંત બોર્ડ ઓફ એકાઉન્ટસની ૩ બેઠકો તેમજ બોર્ડ ઓફ એક્સ્ટ્રા મ્યુરલની ૨ બેઠકો માટે પણ ૨૭મીએ જ ચૂંટણી યોજાશે.

તમામ બેઠકો માટે ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ ૧૯ ફેબુ્રઆરી છે.એ દિવસે ઉમેદવારીપત્રોની ચકાસણી થશે.ચૂંટણીના દિવસ સુધી ઉમેદવાર પોતાની  ઉમેદવારી પાછી ખેંચી શકશે.

Post Comments