Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમદાવાદ: કલ્યાણપુષ્ટિ હવેલી ખાતે પૃષ્ટિ પંચામૃત મહોત્સવ યોજાયો

- પરમ પૂજ્ય ગોસ્વામી ધ્વારકેશલાલજી પરબ્રહ્મ વિષય ઉપર વિસ્તૃત રીતે વ્યાખ્યાન આપ્યું

અમદાવાદ, તા. 3 જાન્યુઆરી 2017, બુધવાર

વસ્ત્રાપુર સ્થિત કલ્યાણ પુષ્ટિ હવેલી દ્વારા પુષ્ટિ પંચ તત્વ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 3 જાન્યુઆરીથી 7 જાન્યુઆરી દરમિયાન યોજાનારા આ કાર્યક્રમમા વિવિધ સાંસ્કૃતીક કાર્યક્રમોનુ પણ આયોજન કરાયું છે.

અમદાવાદ ખાતે આયોજીત કથામાં ષષ્ઠ પીઠાધીશ્વર પરમ પૂજ્ય ગોસ્વામી 108 ધ્વારકેશલાલજી મહારાજએ આજે  પરબ્રહ્મ વિષય ઉપર વિસ્તૃત રીતે વ્યાખ્યાન આપ્યું હતું. ધ્વારકેશલાલજી મહારાજએ જણાવ્યું કે ઉપનિષદોમાં પરબ્રહ્મ પરમાત્મા એટલે "શ્રી કૃષ્ણ" શબ્દથી ઓળખાવ્યા છે જે તેમના ગુણ અને શક્તિના આધારે છે.

"શ્રી કૃષ્ણ"માં કૃષનો અર્થ સર્વસામર્થ્યવાન અને ણ શબ્દનો અર્થ પુર્ણ આનંદ છે, આવું પરમાત્માનું સ્વરૂપ આનંદમય છે. ગોલોકમાં બિરાજતા આ પુર્ણ પુરૂષોત્તમ ભગવાન સારસ્વત-કલ્પમાં વ્રજ ગોકુલમાં "શ્રી કૃષ્ણ" તરીકે પ્રગટ થયા અને એ જ પ્રભુ કલિયુગમાં આજથી પાંચસોથી વધુ વર્ષો પહેલ વ્રજમંડળમાં આવેલા શ્રીગિરીરાજજી ગોવર્ધન પર્વતમાંથી શ્રીનાથજી-સ્વરૂપે પ્રગટ થયા હતા. શ્રી નાથજી એ જ સાક્ષાત્ શ્રી કૃષ્ણ છે.

શ્રી નાથજીના પ્રાગટ્યના ત્રણ કારણો છે. (1) ગોલોકમાંથી છુટા પડેલા જીવો-ભક્તોનો અંગીકાર કરી તેનો ઉધ્ધાર કરવો. (2) સારસ્વત કલ્પમાં શ્રીકૃષ્ણ સ્વરૂપે કરેલી આનંદાત્મક લીલાઓનો ફરીથી અનુભવ કરાવવો. (3) સારસ્વત કલ્પનો સેવા પ્રકાર ફરીથી શરૂ કરવો

શ્રી નાથજી પોતાના ભક્તોને ત્રણ સ્વરૂપે દર્શન આપે છે. (1) આધિભૌતિક સ્વરૂપે જે તાદ્શ્ય દર્શન કરી શકીએ. (2) આદ્યાત્મિક સ્વરૂપ જે એમની અલૌકિક શક્તિ છે જેને જોઇ શકાય નહી પણ તેની કૃપા શક્તિનો અનુભવ કરી શકાય. (3) આધિ દૈવિક સ્વરૂપ જે ગોલોકમાં બિરાજતું અને વ્રજમાં પ્રગટ થયેલું સાક્ષાત્ શ્રી કૃષ્ણનું સ્વરૂપ જે પોતાના ભક્તો સાથે હસે છે, બોલે છે, ખેલે છે. આ શ્રી નાથજી-શ્રી કૃષ્ણ રસાત્મક છે; અલૌકિક શ્રૃંગાર રસનું સ્વરૂપ છે.

શ્રી નાથજી-શ્રી ગોવર્ધનનાથજી એક જ નામ લાડમાં વ્રજભાષામાં બાવા શબ્દ વપરાય છે. દેવોનું અભિમાન દૂર કર્યું તે દેવદમન ઇન્દ્રરાજાના ગર્વને હણ્યો એટલે ઇન્દ્રદમન અને કાલિયા નાગને નાથ્યો એટલે નાગદમન એમ ત્રણ પ્રકારના સ્વરૂપ છે. આ બધા સ્વયંસિધ્ધ સ્વરૂપો ભૂતલ પર બીરાજે છે.

Post Comments