Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

14 માર્ચ 2018: શું કહે છે તમારી રાશિ?

- જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે!

અમદાવાદ તા. 14 માર્ચ 2018, બુધવાર
 
મેષ : 
આજથી મીનારક - કમુરતા શરૃ થાય છે. ત્રીસ દિવસ આપે સૂર્યપૂજા-મંત્રજાપ કરવો. નોકરી-ધંધામાં જાગૃતિ-સાવધાની રાખવી.
 
વૃષભ : 
આજથી મીનારક, કમુરતા શરૃ થાય છે. પરંતુ આપને નોકરી-ધંધાના કામની વ્યસ્તતામાં વધારો થાય. સીઝનલ ધંધો, આવક થાય.
 
મિથુન : 
આજે મહત્વની મુલાકાત, ચર્ચા વિચારણા-મીલન-મુલાકાતમાં તેમજ રસ્તામાં આવતા જતા, વાહન ચલાવતા કે પરદેશના કામમાં સંભાળવું પડે.
 
કર્ક : 
કુંભ સંક્રાંતિની સમાપ્તિ અને મીન સંક્રાંતિ, મીનારક - કમુરતાના પ્રારંભે આજે આપે સૂર્ય-પૂજા-મંત્રજાપ કરવો. દાન આપવું. શાંતિથી  દિવસ પસાર કરવો.
 
સિંહ : 
આજે રાત્રે મીનારક, કમુરતાનો પ્રારંભ થતા આગામી ત્રીસ દિવસ આપે નોકરી, ધંધાના કામમાં, આરોગ્યની બાબતમાં તેમજ વાહન ચલાવવામાં સંભાળવું.
 
કન્યા : 
નોકરી-ધંધાના કામમાં હરિફવર્ગના કારણે માર્ચ મહિનાની સમાપ્તિમાં તકલીફ પડે, ચિંતા રહે તેમ છતાં ધંધો-આવક થવાથી કામના ઉકેલથી  રાહત થતી જાય.
 
તુલા : 
પુત્રપૌત્રાદિકના રૃકાવટવાળા કામ, વિદ્યાભ્યાસ, વિવાહ-લગ્ન કે નોકરી-ધંધાના કામ આગામી સમયમાં સાનુકૂળ થતા જાય. આજે સૂર્યપૂજા કરવી.
 
વૃશ્ચિક : 
હૃદય-મનની વ્યગ્રતા-ચિંતા-ઉચાટમાં આજનો દિવસ પસાર થાય. નોકરી-ધંધાના, ઘર, પરિવારના કામમાં, આરોગ્યમાં  શાંતિ જણાય નહીં.
 
ધન : 
આજે રાત્રે મીનારક-કમુરતા શરૃ થતા આગામી ત્રીસ દિવસ નોકરી-ધંધાના કામમાં ચિંતા-ઉત્પાતના રહે. પરિવારમાં મુશ્કેલી અનુભવાય.
 
મકર : 
આજે કુંભ સંક્રાંતિની સમાપ્તિ. મીનારક - કમુરતાના પ્રારંભે નોકરી-ધંધાના, કુટુંબ-પરિવારના કામમાં જાગૃતિ રાખવી. સૂર્યપૂજા કરવી.
 
કુંભ : 
આજે રાત્રે સૂર્ય આપની રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ કરવાથી ધીમે ધીમે નોકરી-ધંધાનું કામ ઉકેલાય. ધંધો-આવક થાય. આજે શાંતિ રાખવી.
 
મીન : 
આજે કુંભ સત્ક્રાંતિની સમાપ્તિએ તન-મન-ધનથી-વાહનથી સંભાળવું. બેંકના કામમાં, નોકરી-ધંધાના કામમાં જાગૃતિ રાખવી પડે.
 
જન્મ તારીખ વર્ષ સંકેત
 
આજથી શરૃ થતા જન્મવર્ષના પ્રારંભના દિવસ જેમ જેમ પસાર થાય તેમ તેમ હળવાશ-રાહત અનુભવતા જાવ. તમારી કામગીરી-જવાબદારીમાં તણાવ ઓછો થાય. પ્રથમ મહિના દરમ્યાન નાણાંકીય નુકસાન થાય તેવા કામ-નિર્ણય લોભ-લાલચમાં-ઉતાવળમાં કરવા નહીં. 
 
વિશેષમાં -
 
પુત્રપૌત્રાદિક
આ વર્ષના અંતમાં પુત્રપૌત્રાદિકના કામ ઉકેલાય. તેમની પ્રગતિ-સફળતાથી આનંદ અનુભવો.
 
નોકરી-ધંધો
નોકરી-ધંધામાં સંઘર્ષ, આરોહ-અવરોહની પરિસ્થિતિ રહે. જીદ્દ-મુમત-અહમમાં, વધુ પડતા આત્મવિશ્વાસમાં, સરકારી-ખાતાકીય વર્ચસ્વમાં ઘટાડો થાય. તમારા કામ થાય નહીં અને પીછેહઠ અનુભવતા જાવ. ખાનગી સંસ્થામાં, સરકારી સંસ્થામાં કામ કરતા હોવ પરંતુ વર્ષના મધ્યમભાગ સુધીનો સમય વાણીમાં મીઠાશ અને વ્યવહારમાં નમ્રતા રાખીને પસાર કરવો. પૈસા-લાગવગ-ઓળખાણ-અધિકાર-વર્ચસ્વ નાકામયાબ નિવડે.

Post Comments