Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આજે આદિનાથ ભગવાનના જન્મ-દીક્ષા કલ્યાણકની ઉજવણી કરાશે

- આજથી વર્ષી તપનો પણ પ્રારંભ

- આદિનાથ ભગવાન મૂળનાયક તરીકે બિરાજમાન હોય તેવા અમદાવાદમાં ૩૦ દેરાસર

અમદાવાદ, તા. 8 માર્ચ, 2018, ગુરૂવાર

ફાગણ વદ આઠમ ૯ માર્ચ-શુક્રવારે છે ત્યારે અમદાવાદ સહિત રાજ્યભરમાં જૈન ધર્મના પ્રથમ તીર્થંકર આદિનાથ ભગવાનનો જન્મ અને દીક્ષા કલ્યાણક ઉજવવામાં આવશે. આ પ્રસંગે જિનાલયોમાં આદિનાથ ભગવાનની સુંદર આંગી કરવામાં આવશે. આવતીકાલથી વર્ષી તપનો પણ પ્રારંભ થશે.

અમદાવાદમાં આદિશ્વર ભગવાન મૂળનાયક તરીકે બિરાજમાન હોય તેવા ૩૦ દેરાસર છે જ્યાં આ નિમિત્તે શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક યુવક મહાસંઘ-અમદાવાદ દ્વારા પ્રભુજીની સુંદર આંગી રચવામાં આવશે. આ ઉપરાંત યુવક મહાસંઘના યુવકો ઝવેરીપાર્ક જૈન સંઘ ખાતે પ્રભુ આદિનાથ દાદાના દરબારમાં સ્નાત્ર મહોત્સવ ઉજવશે. ઉલ્લેખનીય છે કે, આદિનાથ ભગવાનનો જન્મ ફાગણ વદ આઠમના અયોધ્યા નગરીમાં થયો હતો.

ફાગણ વદ આઠમના જ તેમણે દીક્ષા લીધી હતી. જૈન દર્શનમાં ૧૩ મહિનાના તપને વર્ષી તપ તરીકે ઓળખવામાં આવે છે. ફાગણ વદ-૮થી આવતા વર્ષે વૈશાખ સુદ-૨ના વર્ષી તપ યોજાશે. જૈન ધર્મમાં ખૂબ જ મહાત્મ્ય ધરાવતા આ તપમાં ૧૩ મહિના એકાંતરે ઉપવાસ અને બેસણું કરવાનું વિધાન છે. સતત ૧૩ મહિના અન્ય વિધિવિધાન સાથે બે સમય પ્રતિક્રમણ જાપ, જિનપૂજા શાસ્ત્રીય વિધિ સાથે તપ કરવાનું હોય છે.

Post Comments