Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મતગણતરી કેન્દ્રોની આજે કલેકટર અને પોલીસ કમિશનર મુલાકાત લેશે

- મતગણતરી એલડી કોલેજ,ગુજરાત કોલેજ અને પોલીટેકનિકમાં થશે

- અમદાવાદ જીલ્લાની બેઠકોના

અમદાવાદ,શુક્રવાર તા. 10 નવેમ્બર 2017
વિધાનસભા ચૂંટણીના જાહેર થયેલા કાર્યક્રમ મુજબ અમદાવાદ જીલ્લામાં મતદાન બીજા તબક્કામાં ૧૪મી ડિસેમ્બર થનાર છે અને ૧૮મીએ મતગણતરી થનાર છે ત્યારે મતદાન મથકોથી માંડી મતગણતરી કેન્દ્રો નક્કી કરવાની મંજૂર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.અમદાવાદ જીલ્લાની બેઠકોના મતદાનની મતપેટીઓ તથા મતગણતરી કેન્દ્રોની આવતીકાલે જીલ્લા કલેકટર અને પોલીસ કમિશનર મુલાકાત લેશે.

મુલાકાત બાદ સ્ટ્રોગરૃમ-કેન્દ્રોના પ્લાન અને નકશા રૃમ નંબર સાથે ચૂંટણીપંચને અપ્રુવલ માટે મોકલાશે
ચૂંટણીપંચના નિયમો અનુસાર ચૂંટણી પહેલા મતદાન મથકો તથા મતગણરી કેન્દ્રો નક્કી કરીને તેને ચૂંટણીપંચ પાસે મોકલી અપ્રુવલ એટલે કે મંજૂરી લેવાની હોય છે.હાલ જીલ્લા કલેકટર હેઠળની ચૂંટણી શાખા દ્વારા અમદાવાદ જીલ્લાની ૨૧ બેઠકો માટેના મતદાન મથકો તેમજ મતગણતરી કેન્દ્રો નક્કી કરાયા છે અને જે પહેલા તેની મંજૂરી માટે આવતીકાલે અમદાદાવાદ જીલ્લા કલેકટર તથા શહેર પોલીસ કમિશનર મતગણતરી કેન્દ્રોની મુલાકાત લેશે.જીલ્લા કલેકટર અને પોલીસ કમિશનર તમામ મતગણતરી કેન્દ્રો ઉપરાંત મતદાન પેટીઓ જ્યાં રાખવામા આવનાર છે તે સ્ટ્રોંગ રૃમની પણ મુલાકાત લેશે.મુલાકાત બાદ સ્ટ્રોંગરૃમ અને મતગણતરી કેન્દ્રોના પ્લાન તથા નકશા રૃમ નંબર સાથે ચૂંટણી પંચને મોકલાશે અને મંજૂરી લેવાશે.અમવાદ શહેરની ૧૬ તથા ગ્રામ્યની ૬ મળીને ૨૧ બેઠકોની મતગણતરી અમદાવાદ શહેરમાં જ થનાર છે.

મતગણતરી એલડી કોલેજ,ગુજરાત કોલેજ અને પોલીટેકનિકમાં થશે
અમદાવાદ,શુક્રવાર
અમદાવાદ જીલ્લાની ૨૧ બેઠકોની મતગણતરી અમદાવાદ શહેરના મુખ્ય ત્રણ કેન્દ્રોમાં થનાર છે.જે માટેના સ્થળ હાલ નક્કી કરાયા છે.જેમાં એલડી ઈજનેરી કોલેજ,ગુજરાત કોલેજ અને પોલીટેકનિકનો સમાવશે થાય છે.
૨૧ બેઠકમાંથી ૮ની LDમાં,૬ની પોલિટેકનિકમાં અને ૭ બેઠકોની મતગણતરી ગુજરાત કોલેજમાં થશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં થનાર છે જેમાં અમદાવાદ જીલ્લાનો સમાવેશ બીજા તબક્કાના મતદાનમા થાય છે.જો કે બંને તબક્કાના મતદાનની ગણતરી એક જ દિવસે ૧૮મી ડિસેમ્બરે થનાર છે.અમદાવાદ જીલ્લાની ૨૧ બેઠકોની મતગણતરી નવરંગપુરાની એલડી ઈજનેરી કોલેજ, એલિસબ્રિજ વિસ્તારની ગુજરાત કોલેજ અને આંબાવાડી ખાતે આવેલી સરકારી પોલીટેકનિક ખાતે થનાર છે.જેમાં એલડી કોલેજમાં ૮, ગુજરાત કોલેજમાં  ૭ અને પોલીટેકનિકમાં ૬ બેઠકો માટેની મતગણતરી થશે.હાલ આ ત્રણેય મતગણતરી કેન્દ્રોને હાલ ખાલી કરી દેવાયા છે અને આ તમામ કેન્દ્રોમાં જેટલા જેટલા રૃમોમાં મતગણતરી થનાર છે તે રૃમોને કોર્ડન કરી દેવાશે.

Post Comments