Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભાજપના ધારાસભ્ય જયરાજસિંહને આજીવન કેદની સજા ફટકારી

- રાજકોટના ચકચારભર્યા નિલેશ રૈયાણી ખૂન કેસમાં હાઇકોર્ટે

- જાડેજાના બે સાગરિતો અમરજિતસિંહ અને મહેન્દ્રસિંહ રાણાને પણ સજા: ટ્રાયલ કોર્ટના છૂટકારાના ચુકાદાને હ

અમદાવાદ, તા.11 ઓગસ્ટ, 2017, શુક્રવાર

રાજકોટના ૨૦૦૪ ના વર્ષના ચકચારભર્યા નિલેશ રૈયાણી ખૂન કેસમાં હાઇકોર્ટે ભાજપના ગોંડલના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને તથા તેમના બે સાગરિતો અમરજિતસિંહ અને મહેન્દ્રસિંહ રાણાને દોષિત ઠરાવી આજીવન કેદની સજા ફરમાવી છે. રાજકોટની ફાસ્ટ ટ્રેક કોર્ટે તેઓને નિર્દોષ ઠરાવતા આપેલા ચુકાદા સામે તેમજ એક આરોપી સમીર પઠાણને દોષિત ઠરાવીને કરેલી સજા સામેની અપીલમાં હાઇકોર્ટે ફાસ્ટ ટ્રેક કોર્ટના ચુકાદાને પલટાવી નાખ્યો છે અને સમીર પઠાણને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો પણ હુકમ કર્યો છે.

જસ્ટિસ અકીલ કુરેશી અને જસ્ટિસ બિરેન વૈષ્ણવની ડિવિઝન બેન્ચે આપેલો આ ચુકાદામાં દોષિત ઠરેલા ત્રણેય આરોપીઓને ૩૦મી સપ્ટેમ્બર સુધીમાં જેલ સત્તાવાળાઓ સમક્ષ શરણે થવા માટે પણ આદેશ આપ્યો છે. જો કે હાઇકોર્ટની ડિવિઝન બેન્ચે આપેલા આ ચુકાદા સામે આરોપીઓ સુપ્રીમકોર્ટમાં અપીલ કરી શકે છે. નિલેશ રૈયાણી હત્યા કેસમાં ટ્રાયલ કોર્ટના ચુકાદાને ફેરવી નાખીને ભાજપના ધારાસભ્ય જયરાજસિંહને સજા ફરમાવતા હાઇકોર્ટનો આ ચુકાદો અભૂતપૂર્વ ઘટના છે જેની રાજકારણ પર પણ ઘેરી અસર સર્જાશે.

આ કેસમાં સજા પામલા મહેન્દ્રસિંહ રાણા પૂર્વ ક્રિકેટર છે. ૧૯ વર્ષથી નીચેની વયના ક્રિકેટ મેચમાં ક્રિકેટર તરીકે રમી ચૂક્યા છે. આરોપીઓને સજા ફરમાવવા માટે તેમજ સજા પામેલા એક માત્ર આરોપી સમીર પઠાણને નિર્દોષ ઠરાવવા માટે મહત્વના સાક્ષી રામજીભાઇ મારકણાની જુબાનીને કોર્ટે મહત્વની ગણી છે.

આ કેસની ટૂંકી વિગત એવી છે કે  ૮મી ફેબુ્રઆરી ૨૦૦૪ ના રોજ રાજકોટ ખાતે એસ્ટેટ એજન્ટ નિલેશ રૈયાણી પોતાની કારમાં જઇ રહ્યા હતા ત્યારે તેમની પર ગોળીબાર કરવામાં આવ્યો હતો અને ઠાર મારવામાં આવ્યા હતા. તેમની સાથે કારમા બેઠેલા અન્ય મિત્રોમાં સાક્ષી રામજીનો પણ સમાવેશ થતો હતો. આ બનાવ અંગે ભાજપના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને બીજા ૧૫ જણા સામે ખૂનના આરોપસર ફરિયાદ નોંધાઇ હતી. રામજીએ પોતાની જુબાનીમાં જણાવ્યું હતું કે ભાજપના ધારાસભ્ય પોતાની કારમાંથી નીચે ઉતર્યા હતા અને પોતાની પાસેના હથિયારમાંથી ગોળીબાર કર્યો હતો અને નિલેશ રૈયાણીનું મૃત્યુ નીપજ્યું હતું જો કે સાક્ષી પોતે બચી ગયો હતો.

ગોંડલના ૩૫ એકરમાં પથરાયેલા કિંમતી રાજાવાડી પ્લોટના ઝઘડામાં ખૂનખરાબા થયા હતા. જેમાં નિલેશ રૈયાણીનું પણ ખૂન થયું હતું. આ ખૂન કેસ રાજકોટની ફાસ્ટ ટ્રેક કોર્ટ સમક્ષ ચાલી જતા જયરાજસિંહ અને અન્યને નિર્દોષ ઠરાવી છોડી મૂકવામા આવ્યા હતા અને સમીર પઠાણ નામના એક આરોપીને દોષિત ઠરાવી આજીવન કેદની સજા ફરમાવી હતી. તેણે આ ચુકાદા સામે અપીલ કરી હતી અને રાજ્ય સરકારે પણ આરોપીઓના નિર્દોષ છૂટકારા સામે અપીલ કરી હતી. આ બન્ને અપીલોની સુનાવણી હાથ ધરીને ડિવિઝન બેંચે આજે ચુકાદો જાહેર કર્યો હતો અને ફસ્ટ ટ્રેક કોર્ટના ચુકાદાને પલટાવી નાખ્યો હતો.

જયરાજસિંહ ત્રણ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા
ગોંડલ, તા.૧૧
ગોંડલનાં ભાજપનાં ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા ત્રણ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે, પ્રથમ વખત તેઓ રીબડાનાં મહિપતસિંહ જાડેજાને હરાવી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતાં. ગત વિધાનસભાની ચૂંટણીમાં તેઓ માજી ગૃહમંત્રી ગોરધન ઝડફીયાને હરાવી જંગી લીડથી ચૂંટાયા હતાં. માર્કેટ યાર્ડ, પાલિકા, તાલુકા પંચાયતમાં તેમનું વર્ચસ્વ છે. હાઈકોર્ટ દ્વારા તેમને આજીવન કેદની સજા થતાં ગોંડલ પંથકમાં ખળભળાટ મચી ગયો છે.

જયરાજસિંહે છ વર્ષ સુધી ભોગવ્યો હતો જેલવાસ
ગોંડલ, તા.૧૧
નિલેશ રૈયાણી હત્યા કેસમાં બનાવ અંગે જયેશ સાટોડીયાએ ધારાસભ્ય જયરાજસિંહ સાટોડીયા ભાજપ અગ્રણી જયંતીભાઈ ઢોલ નગરપાલિકા પૂર્વ ઉપપ્રમુખ અશોકભાઈ પિપળીયા, મહેન્દ્રસિંહ રાણા સહિત હત્યા કેસમાં ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ છએક વર્ષ જેટલો જેલવાસ પણ ભોગવ્યો હતો. બાદમાં સેસન્સ કોર્ટ દ્વારા ૨૦૧૦માં એકને બાદ કરતા તમામનો નિર્દોષ છુટકારો થયો હતો. ત્યારબાદ સરકાર તથા ફરીયાદી પક્ષ દ્વારા કોર્ટમાં ચુકાદાને પડકારવામાં આવ્યો હતો.

Post Comments