Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સેટેલાઈટમાં ભૂતપુર્વ મોડેલે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી

-બેડરૃમનો દરવાજો બંધ કરીને ગળાફાંસો ખાધો

અમદાવાદ,તા.20 માર્ચ 2017, સોમવાર

ટેટેલાઈટમાં જોધપુર ગામમાં રહેતી ભૂતપુર્વ મોડેલ ખુશ્બુ ભટ્ટે (૨૭) રવિવારે બપોરે તેના ઘરમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. પિતાએ ડાયાબિટીશ હોવાથી જમવાનું ઓછુ પિરસવા કહ્યું હતું. પરંતું ખુશ્બુને રસોઈ સારી બની ન હોવાથી પિતા ઈન્કાર કરે છે એમ લાગ્યું હતું. જેને પગલે મનમાં લાગી આવતા તેણીએ આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

જોધપુર ગામમાં સુકિર્તી એપાર્ટમેન્ટમાં ખુશબુ ભટ્ટ તેના પિતા નિમેશભાઈ ભટ્ટ અને ૯૬ વર્ષના દાદી સાથે રહેતી હતી. તેની માતાનું અગાઊ અવસાન થયું હતું.
તા. ૧૯.૩.૨૦૧૭ નાં રોજ બપોરે અંદાજે ૨.૦૦ વાગ્યે ખુશ્બુએ તેના પિતા નિમેશભાઈને જમવાનું પિરસ્યું હતું. જોકે તેમણે ડાયાબિટીશ હોવાથી આટલું બધુ જમવાનું કેમ પિરસ્યું એમ પુત્રીને પુછ્યું હતું. આથી ખુશ્બુએ મારૃ બનાવેલું જમવાનું તમને ભાવતું નથી એમ કહીને ગુસ્સો કર્યો હતો અને બેડરૃમમાં જઈને અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો.

થોડીવારબાદ તેના પિતાએ દરવાજો ખખડાવતા ખુશ્બુએ અંદરથી કોઈ જવાબ આપ્યો ન હતો. બાદમાં તેમણે અન્ય લોકોની મદદથી હથોડા વડે દરવાજો તોડી નાંખ્યો હતો. અંદરનું દ્રશ્ય જોઈને તેમના પગ તળેથી ધરતી સરકી ગઈ હતી. ખુશબુ પંખા સાથે લટકી રહી હતી. તાત્કાલિક ૧૦૮ એમબ્યુલન્સને બોલાવવામાં આવી હતી. જોકે ડોક્ટરે તેને તપાસીને મૃત ઘોષિત કરી હતી. બાદમાં પોલીસને જાણ કરાતા આનંદનગર પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી. જોકે ઘટનાસ્થળેથી પોલીસને કોઈ સુસાઈડ નોટ મળી ન હતી.

આનંદનગર પોલીસના જણાવ્યા મુજબ ખુશ્બુ થોડા વર્ષ પહેલા મોડેલિંગ કરતી હતી. જોકે તે હાલ કોઈ કોમ કરતી ન હતી. તેના પુતા નુવૃત જીવન ગાળતા હતા. ખુશ્બુનો એક ભાઈ ઓસ્ટ્રેલિયામાં નોકરી કરે છે.
ખુશબુ સાત-આઠ વર્ષ પહેલા કોલેજમાં હતી ત્યારે કોલેજના જ એક યુવક સાથે તેણે લવમેરેજ કર્યા હતા. જોકે બે મહિનામાં જ તેમના છુટાછેડા થઈ ગયા હતા. ત્યારથી ખુશ્બુ તેના પિતા સાથે રહેતી હતી, એમ પોલીસે વધુમાં કહ્યું હતું.

Post Comments