ભારતીય પાસપોર્ટના 4 રંગો: કયો રંગ કોના માટે અને શું છે તેના ફાયદા?.
પાસપોર્ટના રંગ પરથી જ ખબર પડી જાય છે કે વ્યક્તિ સામાન્ય નાગરિક છે કે કોઈ ખાસ અધિકારી. જાણો વિગતવાર.
ભારતના સામાન્ય નાગરિકોને બ્લુ કલરનો પાસપોર્ટ આપવામાં આવે છે. આ પાસપોર્ટનો ઉપયોગ વિદેશમાં ફરવા કે બિઝનેસ ટ્રાવેલ માટે થાય છે.
વ્હાઇટ પાસપોર્ટ ગવર્મેન્ટ એમ્પ્લોઇઝ માટે હોય છે. જ્યારે કોઈ IAS ઓફિસર કે સરકારી કર્મચારી ઓફિશિયલ કામથી વિદેશ જાય ત્યારે આનો ઉપયોગ કરે છે.
મરૂન પાસપોર્ટ ઇન્ડિયન ફોરેન સર્વિસ(IFS)ના અધિકારીઓ અને નેતાઓ માટે હોય છે. વિદેશમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનારા ડિપ્લોમેટ્સ આ પાસપોર્ટ રાખે છે.
ભારત સરકાર ઓરેન્જ પાસપોર્ટ એવા નાગરિકોને આપે છે જેઓ 10 પાસ નથી. આ કેટેગરીના લોકોને ECR (Immigration Check Required) લિસ્ટમાં રાખવામાં આવે છે.
ઓરેન્જ પાસપોર્ટની ખાસિયત એ હોય છે કે તેમાં એડ્રેસવાળું છેલ્લું પેજ હોતું નથી. આ કાર્ડધારકોએ એરપોર્ટ પર એક્સ્ટ્રા ઇમિગ્રેશન પ્રોસેસમાંથી પસાર થવું પડે છે.
પાસપોર્ટના કવરનો રંગ જોઈને ઇમિગ્રેશન અધિકારીઓ સમજી જાય છે કે મુસાફર સામાન્ય નાગરિક છે, સરકારી અધિકારી છે કે કોઈ ઉચ્ચ પદ ધરાવતી વ્યક્તિ.