ભારતના 5 સૌથી ધનિક મંદિરો: જ્યાં વરસે છે કરોડોનું દાન.

ભારતના 10 લાખથી વધુ મંદિરોમાં કેટલાક એવા ધામ છે, જે પોતાની અઢળક સંપત્તિ અને આસ્થા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે.

સિદ્ધિવિનાયક મંદિર (મુંબઈ) મુંબઈનું સિદ્ધિવિનાયક મંદિર વાર્ષિક ₹125 કરોડની આવક અને સોનાના શિખર સાથે સેલિબ્રિટીઝ તેમજ ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે.

ભારતનું સૌથી મોટું ચેરિટેબલ ટ્રસ્ટ ધરાવતા શિરડી સાઈ બાબા મંદિર પાસે 380 કિલો સોનું, 4400 કિલો ચાંદી અને ₹2500 કરોડનું બેન્ક બેલેન્સ છે.

જમ્મુ-કાશ્મીરનું વૈષ્ણો દેવી મંદિર દેશના સૌથી ધનિક ધામોમાંનું એક છે, જ્યાં દર વર્ષે કરોડો ભક્તો દ્વારા સોનું અને અઢળક રોકડ દાનમાં મળે છે.

કેરળના તિરુવનંતપુરમનું પદ્મનાભસ્વામી મંદિર વિશ્વમાં સૌથી ધનિક છે, જેના રહસ્યમય ભોંયરાઓમાં ₹1.2 લાખ કરોડથી વધુનો સોના-ઝવેરાતનો ખજાનો છે.

આંધ્રપ્રદેશનું તિરુપતિ બાલાજી મંદિર ₹2.5 લાખ કરોડથી વધુની સંપત્તિ અને ટનબંધ સોના સાથે વિશ્વના સૌથી ધનિક ધામોમાંનું એક ગણાય છે.

More Web Stories