આધારકાર્ડમાં તમારી વિગતો કેટલી વાર બદલી શકો? જાણો UIDAIના નિયમો.

જો તમારો મોબાઈલ નંબર બદલાયો હોય કે તમે નવું ઘર બદલ્યું હોય, તો આધાર કાર્ડ અપડેટ રાખવું ખૂબ જ જરૂરી છે.

ઘણા લોકોને નથી ખબર હોતી કે આધારમાં દરેક વિગત ગમે તેટલી વાર બદલી શકાતી નથી, UIDAIએ આ માટે ચોક્કસ નિયમો બનાવ્યા છે.

તમે તમારા આધાર કાર્ડમાં ઘરનું સરનામું તમારી જરૂરિયાત મુજબ ગમે તેટલી વાર બદલી શકો છો.

મોબાઈલ નંબર પણ તમે ગમે તેટલી વાર અપડેટ કરાવી શકો છો, જેના માટે નજીકના આધાર કેન્દ્ર અથવા આધાર એપની મદદ લઈ શકાય છે.

UIDAIના નિયમ મુજબ આધાર કાર્ડમાં તમારું નામ સમગ્ર જીવનકાળ દરમિયાન માત્ર બે જ વાર બદલી શકાય છે.

આધારમાં તમારું જેન્ડર (જાતિ) અને જન્મતારીખ (DOB) માત્ર એક જ વાર સુધારી શકાય છે, તેથી તેના પુરાવા ખૂબ જ ધ્યાનથી તપાસવા.

આધાર કાર્ડમાં નામ, સરનામું, મોબાઈલ નંબર કે જન્મતારીખ જેવી કોઈ પણ વિગત અપડેટ કરાવવા માટે સરકારી ફી માત્ર 75 રૂપિયા નક્કી કરાયેલી છે.

More Web Stories