ગોલ્ડન ટેમ્પલ સાંભળીને તમને અમૃતસર યાદ આવે, જો કે દક્ષિણ ભારતમાં પણ એક સ્વર્ણ મંદિર આવેલું છે.
આ મંદિરનું નામ છે શ્રીપુરમ ગોલ્ડન ટેમ્પલ, જે તમિલનાડુના વેલ્લોરમાં આવેલું છે.
આ મંદિરમાં મુખ્ય દેવતા તરીકે શ્રી નારાયણ અને દેવી મહાલક્ષ્મીની પૂજા કરવામાં આવે છે.
આ મંદિરની વિશેષતા એ છે કે તેને 1500 કિલો સોનાથી મઢવામાં આવ્યું છે.
અહીં રોજ સવાર-સાંજ સાષ્ટાંગ દીપમ સમારોહમાં 1008 દીવા પ્રગટાવવામાં આવે છે.
આ દીવાઓની જ્યોતથી આખું મંદિર ઝળહળવા લાગે છે, જે જોવામાં ખૂબ જ અદભુત લાગે છે.
આ મંદિરના નિર્માણમાં લગભગ 7 વર્ષનો સમય લાગ્યો હતો અને 2007માં આ મંદિરનું ઉદ્ઘાટન થયું હતું.
સ્વર્ણ મંદિરનો આકાર બિલકુલ શ્રીયંત્રની જેવો જ દેખાય છે, મંદિરના બંને ભાગને સોનાના વરખથી મઢવામાં આવ્યો છે.
મંદિરના પરિસરમાં સર્વ તીર્થમ સરોવર બનાવાયું છે, જેમાં ભક્તો આભૂષણ અને પૈસા અર્પણ કરે છે.
આ મંદિરમાં દર્શન કરવા માટે એક ડ્રેસકોડ રખાયો છે, જેને પહેર્યા બાદ જ મંદિરમાં પ્રવેશ કરી શકાય છે.