દિલ્હીમાં મેઘ તાંડવ: વરસાદે 88 વર્ષનો રેકૉર્ડ તોડ્યો.
લાંબા સમયથી ભીષણ ગરમી અને પાણીની અછતનો સામનો કરતા દિલ્હીમાં મેઘ તાંડવ, 4 દિવસ માટે ઓરેન્જ એલર્ટ છે.
દિલ્હીમાં 24 કલાકમાં એટલો વરસાદ વરસ્યો કે 88 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે.
આ 24 કલાકના વરસાદમાં સફરદરજંગમાં 228.1 મીમી વરસાદ નોંધવામાં આવ્યો છે, જેમાંથી 148.5 મીમી તો ત્રણ કલાકમાં જ વરસી ગયો હતો.
દિલ્હીના રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયાની સ્થિતિ છે, અંડરપાસમાં પાણી ભરાવના કારણે વાહનો ફસાયા છે.
સફદરગંજ 24 કલાકનો સૌથી વધુ વરસાદ વર્ષ 28 જૂન 1936માં 235.5 મિમી વરસાદ નોંધાયો હતો, જયારે આજે 228.1 મિમી વરસાદ નોંધાયો છે.
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ અત્યાર સુધીનો બીજો સૌથી મોટો આંકડો છે.
મોડી રાત્રે ખરાબ હવામાનના કારણે દિલ્હીથી જતી 16 અને દિલ્હી આવતી 12 ફ્લાઈટો રદ કરવાવામાં આવી છે.
ભારે વરસાદના કારણે રાજધાનીના ઘણા રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ જવાના કારણે વાહનવ્યવહાર પણ ખોરવાયો છે.
નેશનલ હાઇવે પર પણ પાણી ભરાઈ ગયા હતા. જૂન મહિનામાં 88 વર્ષ બાદ દિલ્હીમાં આટલો વરસાદ પડ્યો હતો.