ઈન્ફ્લુઅન્સર એલ્વિશ યાદવ અને તેના સાથીઓએ સાગર ઠાકુર ઉર્ફે 'મૈક્સટર્ન' નામના યુટ્યુબરની સાથે કરેલી મારપીટનો વીડિયો હાલ વિવાદોમાં છે. જો કે આ પહેલીવાર નથી બન્યું કે તે કોઈ વિવાદમાં ફસાયો હોય.

બિગબોસ OTT વખતે એકબીજાના મિત્રો એવા એલ્વિશ અને અભિષેક મલ્હાને બહાર નીકળતાંની સાથે જ એકબીજા સામે નેગેટિવ પીઆરનો આરોપ લગાવ્યો હતો.

એલ્વિશે વૈષ્ણોદેવી મંદીર ખાતે એક પત્રકાર સાથે દુર્વ્યવહાર કર્યો હતો. જેના બાદ હાજર ભીડે તેને મારવા લેતાં એલ્વિશને ભાગવાનો વારો આવ્યો હતો.

કહેવાય છે કે ટીકટોક વર્સિસ યુ ટ્યુબનો વિવાદ પણ એલ્વિશ યાદવના એક વીડિયોના કારણે શરૂ થયો હતો.

એલ્વિશ યાદવ સામે નોઈડામાં રેવ પાર્ટીમાં સાપનું ઝેર સપ્લાય કરવા બદલ FIR દાખલ કરાઈ હતી, જો કે તેણે આરોપોને નકારી કાઢ્યા હતા.

હાલમાં જ વાઈરલ થયેલા એક વીડિયોમાં એલ્વિશ જયપુરમાં એક ફેનને થપ્પડ મારતો જોવા મળ્યો હતો. એલ્વિશે દાવો કર્યો હતો કે, ‘તે યુવકે દુર્વ્યવહાર કરી મને આવું કરવા ઉશ્કેર્યો હતો.’.

બિગબોસ OTT જીત્યા પછી એલ્વિશની ફેન મીટ અપમાં હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટર આવતાં તે રાજકારણમાં જોડાશે તેવી અફવાઓએ જોર પકડ્યું હતું.

એલ્વિશ યાદવ એક યા બીજા કારણોસર સતત વિવાદોમાં ઘેરાયેલો રહે છે. ત્યારે ખુલ્લેઆમ મારામારી કર્યાનો વીડિયો સામે આવ્યા બાદ તેની સામે શું પગલાં લેવાય છે તે જોવું રહ્યું.

More Web Stories