શ્રાદ્ધ દરમિયાન ભૂલથી પણ ન કરવા જોઈએ આ કામ.

પંચાંગ મુજબ ભાદ્રપદ મહિનાની શુક્લ પક્ષની પૂનમથી શ્રાદ્ધની શરૂઆત થાય છે અને આસો મહિનાની અમાસની તિથિએ તે પૂરો થાય છે.

આ વર્ષે શ્રાદ્ધનો આરંભ 7 સપ્ટેમ્બર, 2025થી થયો છે અને 21 સપ્ટેમ્બર સુધી ચાલશે.

એવી માન્યતા છે કે આ સમયગાળામાં પિતૃઓ પોતાના વંશજો પર કૃપા વરસાવવા માટે પૃથ્વી પર આવે છે. તેથી, આ સમયે પિંડદાન, પિતૃ સૂક્તનો પાઠ અને ધૂપદાન જેવા કાર્યો કરવામાં આવે છે.

આ ઉપરાંત, ઘરોમાં અમુક ખાસ કાર્યો કરવા પર પણ પ્રતિબંધ હોય છે, નહીં તો નકારાત્મક ઊર્જાનો પ્રવેશ થઈ શકે છે.

ધાર્મિક માન્યતાઓ અનુસાર, પિતૃપક્ષમાં કોઈ પણ શુભ કે માંગલિક કાર્ય ન કરવા જોઈએ, કારણ કે તે અશુભ માનવામાં આવે છે.

પિતૃપક્ષમાં સૂર્યાસ્ત પછી શ્રાદ્ધ ન કરવું જોઈએ, તે યોગ્ય માનવામાં આવતું નથી.

આ સમય દરમિયાન નખ અને વાળ કાપવાથી પણ બચવું જોઈએ, કારણ કે તેનાથી ઘરમાં કંકાસ થઈ શકે છે.

આ સમયે તર્પણ કર્યા વિના ભોજન ન કરવું જોઈએ.

પિતૃપક્ષમાં કોઈ પણ નવી વસ્તુઓ જેમકે નવા કપડાં, ઘરેણાં અને આભૂષણ, નવું વાહન, નવું ઘર કે જમીનની ખરીદી ન કરવી જોઈએ.

More Web Stories