મકર સંક્રાંતિ પર કેમ ઉડાવવામાં આવે છે પતંગ? જાણો તેનું મહત્ત્વ.
મકર સંક્રાંતિનો તહેવાર સૂર્ય ઉપાસના, નવી ફસલના આગમન અને બદલાતી ઋતુના સ્વાગતનું પ્રતીક માનવામાં આવે છે.
વર્ષ 2026માં સૂર્ય દેવ 14 જાન્યુઆરીએ બપોરે 3:13 કલાકે મકર રાશિમાં પ્રવેશ કરશે, તેથી આ દિવસે જ મકર સંક્રાંતિ ઉજવાશે.
ધાર્મિક માન્યતાઓ મુજબ મકર સંક્રાંતિના દિવસે સૌથી પહેલી પતંગ ભગવાન શ્રી રામે ઉડાવી હોવાનું મનાય છે.
રામચરિતમાનસના બાળકાંડમાં ઉલ્લેખ છે કે શ્રી રામે ઉડાવેલી પતંગ સીધી ઈન્દ્રલોક સુધી પહોંચી ગઈ હતી.
ભગવાન રામ દ્વારા શરૂ કરાયેલી આ પરંપરા આજે પણ ભારતીય સંસ્કૃતિમાં અતૂટ શ્રદ્ધા સાથે જોડાયેલી છે.
વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આ સમયે સૂર્યપ્રકાશમાં રહેવાથી શરીરને વિપુલ પ્રમાણમાં કુદરતી વિટામિન D પ્રાપ્ત થાય છે.
કડકડતી ઠંડી બાદ નવશેકા તડકામાં પતંગ ચગાવવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે અને હાડકાં મજબૂત બને છે.
પતંગબાજી કરવાથી શરીરની હલનચલન વધે છે, જે ઠંડીની ઋતુમાં શરીરને એક્ટિવ અને એનર્જીથી ભરપૂર રાખે છે.
પ્રાચીન સમયમાં સંદેશા મોકલવા માટે વપરાતી પતંગ આજે આનંદ, ઉલ્લાસ અને આકાશી સ્પર્ધાનું માધ્યમ બની ગઈ છે.