જન્માષ્ટમીના દિવસે આ શુભ વસ્તુઓ ઘરે લાવવાથી મળશે કૃષ્ણ કૃપા!.

16 ઓગસ્ટ, શનિવારના રોજ જન્માષ્ટમી ઉજવવામાં આવશે. દર વર્ષે ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની આઠમના દિવસે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ ઉજવવામાં આવે છે.

એવામાં જન્માષ્ટમીના દિવસે કેટલીક પવિત્ર વસ્તુઓ ઘરે લાવવી ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે. ચાલો જાણીએ કઈ છે આ વસ્તુઓ.

શ્રી કૃષ્ણને વાંસળી અત્યંત પ્રિય છે. જન્માષ્ટમી વાંસળી ઘરે લાવવાથી શ્રી કૃષ્ણની કૃપા રહે છે અને ઘરમાં સુખ-શાંતિ આવે છે.

આ દિવસે પીતળ કે ચાંદીની ગાયનું નાનું સ્વરૂપ ઘરે અવશ્ય લાવો અને તેને તમારા પૂજા સ્થાન કે મંદિરમાં રાખો. ગાયને ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે.

જો તમારા ઘરમાં શ્રી કૃષ્ણની મૂર્તિ ખંડિત થઈ ગઈ હોય, તો જન્માષ્ટમીના દિવસે નવી મૂર્તિ ખરીદી શકો છો. પીતળની મૂર્તિને સૌથી શુભ માનવામાં આવે છે.

મોર પંખને શુભતાનું પ્રતીક માનવામાં આવે છે. જન્માષ્ટમી પર મોર પંખ અવશ્ય ખરીદો. જે ઘરમાં મોર પંખ હોય છે, ત્યાં ભગવાન કૃષ્ણની કૃપા રહે છે અને પરિવારના સભ્યોમાં પ્રેમ વધે છે.

જો તમારા ઘરમાં તુલસીનો છોડ ન હોય, તો જન્માષ્ટમી પહેલાં એક તુલસીનો છોડ અવશ્ય લાવો. તુલસીનો છોડ તમામ પ્રકારના દોષો દૂર કરે છે.

શંખને ભગવાન વિષ્ણુનું પ્રતીક માનવામાં આવે છે અને ભગવાન કૃષ્ણના પૂર્ણ અવતારમાં એક હાથમાં શંખ અવશ્ય હોય છે. ઘરમાં શંખ રાખવાથી ધનવૃદ્ધિ થાય છે, રોગોથી બચાવ થાય છે અને ઘરના વાતાવરણમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે.

More Web Stories