તમે હનુમાનજીના એવા મંદિર વિશે સાંભળ્યું જ્યાં તેમની સ્ત્રી રૂપમાં પૂજા થાય છે?.
જી હાં, છત્તીસગઢના બિલાસપુર પાસે રતનપુરમાં આ મંદિર આવેલું છે, જ્યાં હનુમાનજી દેવી રૂપે પૂજાય છે.
અહીં હનુમાનજીને સોળ શણગાર કરાય છે, માન્યતા અનુસાર અહીં રોજ હનુમાનજી દ્વારકાપુરીથી આવે છે.
આ મંદિરનું નિર્માણ પૃથ્વિ દેવજુ નામના રાજાએ કરાવ્યું હતું. તેઓ હનુમાન દાદાના પરમ ભક્ત હતા.
પૃથ્વિ દેવજુ રક્તપિત્તની બીમારીથી પીડાતા હતા, તેમણે ઘણાં વર્ષો સુધી રતનપુર પર શાસન કર્યું હતું.
માન્યતા છે કે તેમને હનુમાનજીએ સપનામાં આવી મંદિર બનાવવા કહ્યું, પછી મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થયું.
ફરીથી હનુમાનજીએ સ્વપ્નમાં આવી રાજાને મહામાયા કુંડમાંથી મૂર્તિ બહાર કાઢી સ્થાપિત કરવા આદેશ આપ્યો.
મહામાયા કુંડમાંથી બહાર કાઢવામાં આવેલી મૂર્તિમાં હનુમાનજીનું સ્વરૂપ સ્ત્રી જેવું લાગતું હતું.
રાજાએ આ જ મૂર્તિની મંદિરમાં સ્થાપના કરી, મૂર્તિ સ્થાપિત કર્યા પછી રાજા રોગથી મુક્ત થયા.
ત્યારબાદ હનુમાનજીની અહીં દેવી સ્વરૂપે જ પૂજા થાય છે, સ્ત્રી તરીકે પૂજાતા હનુમાનજી સૌની ઈચ્છા પૂર્ણ કરે છે.