સૂરજદાદા આવે છે...

સૂરજદાદા આવે છે,
આળસ દૂર ભગાવે છે.
મહેનતનો સંદેશો,
સાત રથ વહાવે છે.
લઈ હળ ને બળદગાડા,
કિસાન ખેતર ખેડે છે.
સલૂણી સવાર લઈ,
પશુ-પંખીના ગીત ગહેકે છે
બાળકો પણ દફતરમાં,
જ્ઞાનનું ભાથુ ખોલે છે.
સુંદર સાંજ લઈને,
કેસરી રંગ લહેરાય છે.
દુનિયા આખીમાં,
સુંદરતાનું દ્વાર ખોલે છે.
સૂરદાદા આવે છે.
ચંદામામાને સાંજે બોલાવે છે
ચંદામામાને જોઈને,
સૂરજદાદા શરમાય છે...
- રોહિતકુમાર ભાનુપ્રસાદ જોશી
For more update please like on Facebook and follow us on twitter
https://twitter.com/gujratsamachar

