mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

વિશ્વનું સૌથી નાનું શિયાળ : ફેનેક ફોક્સ

Updated: Nov 24th, 2023

વિશ્વનું સૌથી નાનું શિયાળ : ફેનેક ફોક્સ 1 - image


બુ ધ્ધિશાળી પણ લુચ્ચા પ્રાણી તરીકે જાણીતા શિયાળની ઘણી જાત હોય છે. ભરચક વાળવાળી ભરાવદાર ઔપૂંછડીવાળા શિયાળ સામાન્ય રીતે કૂતરાના કદના હોય છે. સહરા અને આફ્રિકાના રણપ્રદેશમાં જોવા મળતું ફેનેક ફોક્સ એક જ ફૂટ લાંબું અને એક કિલો વજનનું હોય છે. નાનકડા શરીર પર ચારથી પાંચ ઈંચ લાંબા કાન તેની વિશેષતા છે. મોટી આંખોને કારણે અન્ય શિયાળ કરતાં તે જુદું દેખાય છે.

દિવસે ખૂબજ ગરમી અને રાત્રે ખૂબજ ઠંડી હોય તેવા રણપ્રદેશમાં થતા ફેનેક ફોક્ષને શરીર પર ભરચક વાળ હોય છે. આ પ્રાણી ટોળામાં રહે છે. સામાજિક છે એટલે પાળી શકાય છે. તે ઉંદર, ખિસકોલી જેવા નાના પ્રાણીઓનો શિકાર કરે છે. ફેનેક બે ફૂટ ઊંચો કૂદકો મારી શકે છે. ઔપાણી વિના લાંબો સમય જીવી શકે છે. ફેનેક્ષ ફોક્સ જમીનમાં દર બનાવીને રહે છે.

Gujarat