હિ માલયના ખીણ વિસ્તારોમાં જાત જાતની વનસ્પતિ થાય છે. આ બર્ફીલા પ્રદેશમાં કદી ન જોયા હોય તેવા અદ્ભુત
ઝાડપાન જોવા મળે છે. ઘણી વનસ્પતિ તો ઔષધીય ગુણો ધરાવે છે. તેમાં ય ઉત્તરાખંડમાં આવેલી ખીણ તો વેલી ઓફ ફ્લાવર્સ કહેવાય છે. હિમાલયની પહાડીઓમાં ૩૦૦ ફૂટની ઊંચાઈએ જાત જાતના સુંદર ફૂલોવાળા છોડ જોવા મળે છે. તેમાં બ્રહ્મકમળ નામનું સફેદ કમળ તીર્થસ્થાનોમાં પૂજામાં વપરાય છે. આ કમળમાંથી ઘણી દવાઓ પણ બને છે. આ સુંદર ફૂલને ભારતની ટપાલ ટિકિટ પર પણ સ્થાન મળ્યું છે.
બ્રહ્મકમળના ફૂલ એક ફૂટ લાંબા હોય છે અને તેજસ્વી સફેદ રંગના હોય છે. કહેવાય છે કે બ્રહ્મકમળના છોડ પર ૧૪ વર્ષે એક જ ફૂલ આવે છે. હિમાલયમાં પણ તે ભાગ્યે જ જોવા મળે છે.


