સ્લોવેનિયાની અદ્ભુત ગુફા : પોસ્ટોના કેવ
મ ધ્ય યુરોપમાં ઇટાલીની નજીક આવેલું સ્લોવેનિયા તેની કુદરતી અજાયબીઓ માટે જાણીતો છે. પર્વતો, ગુફાઓ અને તળાવોથી સમૃદ્ધ આ દેશમાં વિશ્વપ્રસિદ્ધ ગુફાઓ આવેલી છે તેમાં પોસ્ટોના કેવ સહેલાણીઓ માટે લોકપ્રિય ભૂગર્ભ ગુફા છે.
પૃથ્વીના પેટાળમાં ૧૧૫ મીટરની ઊંડાઈએ આવેલી ૨૪૧૨૦ મીટર લાંબી પોસ્ટોના ગુફા ચુનાના ખડકોની બનેલી છે.
પીવકા નદીએ કોતરેલી આ ગુફા ૧૭મી સદીમાં શોધાયેલી આ ગુફા કુદરતી અજાયબી છે અને પ્રવાસીઓની સુવિધા માટે તેમાં રેલગાડી અને લાઇટની સુવિધા ઉમેરવામાં આવી છે. ગુફામાં પાંચ કિલોમીટરની રેલ્વે લાઇન છે જે પ્રવાસીઓને ગુફાની સહેલગાહ કરાવે છે. તમે નહિ માનો પણ આ ગુફામાં વિશ્વની એકમાત્ર અન્ડરગ્રાઉન્ડ પોસ્ટ ઓફિસ અન્ડરગ્રાઉન્ડ પોસ્ટ ઓફિસ પણ છે.
ગુફાની દીવાલો સુંદર રેશમી પડદા લટકાવ્યા હોય તેવી સુંવાળી દેખાય છે. ગુફા વચ્ચે નદીનું વહેણ છે અને બંને તરફ ચાલવા માટેના રસ્તા છે.
ગુફામાં કેટલીક નાની માછલી પણ જોવા મળે છે. ગુફામાં સુંદર એક્વેરિયમ પણ છે. યુરોપની આ સૌથી મોટી અન્ડરગ્રાઉન્ડ ગુફા જોવા સંખ્યાબંધ સહેલાણીઓ આવે છે.