ફ્રીઝમાં ચીજો તાજી અને ઠંડી કેમ રહે છે?

ખાદ્ય પદાર્થોને લાંબા સમય સુધી સાચવી રાખવા ફ્રીઝ ઉપયોગી થાય છે. રાંધેલા ખોરાક, દૂધ, ફળો અને શાકભાજીમાં સામાન્ય ઉષ્ણતામાને બેક્ટેરિયા સક્રિય હોય છે. બેકટેરિયા જે તે ચીજમાંથી પોતાનો ખોરાક બનાવે છે. પરિણામે તે ચીજમાં સડો પેદા થાય અને બગડી જાય છે. આ ચીજોને તાપમાનમાં ઠંડી કરીને રાખવાથી તે બગડતી નથી. ખૂબ જ ઠંડા વાતાવરણમાં બેકટેરિયા નિષ્ક્રિય રહે છે એટલે ચીજો તાજી રહે છે. ફ્રીઝમાં તાપમાન નીચું રહી ઠંડી કેમ જળવાય છે તે પણ જાણવા જેવું છે. સ્પિરિટ જેવા ઉડ્ડયનશીલ પ્રવાહી ચામડી ઉપર પડે તે એકદમ ઠંડા લાગે તે જાણીતી વાત છે. પ્રવાહીનું બાષ્પીભવન થાય ત્યારે તે આસપાસના વાતાવરણમાંથી ગરમીનું શોષણ કરે છે. ફ્રીઝમાં પણ આ પ્રક્રિયા જ થાય છે. ફ્રીઝમાં કુલન્ટ પ્રવાહી વપરાય છે. વીજળીની મદદથી કુલન્ટ પ્રવાહીમાંથી વરાળ અને વરાળમાંથી પ્રવાહી બનવાની પ્રક્રિયા સતત ચાલે છે. કુલન્ટ ઘણા બધા રાસાયણિક સ્વરૂપમાં હોય છે. આ ક્રિયા માટે ફ્રીઝમાં હીટ એક્સચેન્જ પાઈપ કે જે ફ્રીઝની પાછળના ભાગે નળીઓના રૂપમાં દેખાય છે. દબાણ ઊભું કરવાનું ક્રોમ્પ્રેશર, અને ત્રીજો એકસ્પાન્શન વાલ્વ. ફ્રીઝમાં કુલન્ટ તરીકે એમોનિયા ગેસ વપરાય છે. એમોનિયાનું બાષ્પીભવન થાય ત્યારે તાપમાન ઘટવા માંડે છે. એમોનિયા માઈનસ ૨૭ ડિગ્રી ફેરનહીટે વરાળ બને છે એટલે ફ્રીઝમાં સૌથી નીચું માઈનસ ૨૭ ડિગ્રી ફેરનહીટ તાપમાન થઈ શકે છે.




