- પક્ષીની અન્નનળીની આગળ એક કોથળી હોય છે. તેમાં ખોરાકના નકામા કણ એકઠા થાય છે. આ કણ બહાર ફેંકવા માટે ઘણા પક્ષીઓ લાંબા સમય સુધી ટહૂકો કરે છે. અવાજને કર્ણપ્રિય બનાવવામાં શ્વાસનળી ઉપયોગી થાય છે.
પ્રા ણી અને પક્ષીજગતમાં અવાજ એ કુદરતની આશીર્વાદ રૂપ દેન છે. માણસ વિવિધ ભાષાઓ બોલી શકે છે તે જ રીતે પ્રાણીઓ અને પક્ષીઓ પણ ગળામાંથી વિવિધ અવાજો કાઢી શકે છે. તેમાંય પક્ષીઓ તો મધુર સંગીત, ટહૂકા અને ગહેંક માટે જાણીતા છે. પક્ષીઓનો અવાજ આપણને કર્ણપ્રિય લાગે તેનું પણ એક રહસ્ય છે.
પક્ષીઓની સ્વરપેટી અને શ્વાસનળીની રચના વિશિષ્ટ છે. પક્ષીઓને ફેફસા ઉપરાંત હવાની કોથળી હોય છે. આ કોથળી શ્વાસનળી સાથે જોડાયેલી હોય છે. આ કોથળીને કારણે પક્ષી લાંબો સમય ગાઇ શકે છે. પક્ષીઓની શ્વાસનળી ગૂંટળાકાર અને લાંબી હોય છે. બેન્ડવાજામાં પિત્તળના લાંબી ભૂંગળા વાળા ટ્રમ્પેટ તમે જોયા હશે. પક્ષીઓની શ્વાસનળી પણ તે જ રીતે વળાંક વાળી હોય છે. પક્ષી ડોક લાંબી ટૂંકી કરીને શ્વાસનળીને પણ લાંબી ટૂંકી કરીને અવાજ બદલી શકે છે. તેની શ્વાસનળીમાં બે વાલ્વ હોય છે. બંને વાલ્વનો વારાફરતી ઉપયોગ કરીને તે અવાજમાં વિવિધતા લાવી શકે છે.
પક્ષીઓના ટહૂકામાં બીજુ એક કારણ પણ છે. પક્ષીઓ ચણે ત્યારે તેમાં કાંકરા કે સખત પદાર્થો પણ આવી જાય. પક્ષીની અન્નનળીની આગળ એક કોથળી હોય છે. તેમાં ખોરાકના નકામા કણ એકઠા થાય છે. આ કણ બહાર ફેંકવા માટે ઘણા પક્ષીઓ લાંબા સમય સુધી ટહૂકો કરે છે. અવાજને કર્ણપ્રિય બનાવવામાં શ્વાસનળી ઉપયોગી થાય છે.


