Get The App

ઓલિમ્પિક રમતો વિશે આ જાણો

Updated: Jun 18th, 2021

GS TEAM

Google News
Google News
ઓલિમ્પિક રમતો વિશે આ જાણો 1 - image


* ઓલિમ્પિક વિશ્વનો રોમાંચક રમતોત્સવ અને સ્પર્ધા છે. વિશ્વભરના દેશોના ખેલાડીઓ તેમાં ભાગ લે છે. ઓલિમ્પિકનો મેડલ જીતવો તે ગૌરવની વાત છે. ઓલિમ્પિક વિશ્વની પ્રાચીન પરંપરા છે.

* ઈ.સ. પૂર્વે ૭૭૬માં ગ્રીસના ઓલિમ્પિયા શહેરમાં ઓલિમ્પિક સ્પર્ધા શરૂ થઈ  હતી. તેમાં માત્ર દોડવાની હરીફાઈ હતી.

* આધુનિક ઓલિમ્પિક ગેમ્સની શરૂઆત એથેન્સમાં ઈ.સ. ૧૮૯૬માં થયેલી. પ્રથમ ઓલિમ્પિકમાં ૧૪ દેશના ૨૪૫ પુરૂષ ખેલાડીઓ હતા અને ૪૩ રમત હતી.

* પ્રાચીન ગ્રીસમાં અગ્નિને દેવ માનવામાં આવતો તેથી ઓલિમ્પિક ગેમ્સનું પ્રતીક મશાલ રખાયું. ઓલિમ્પિકની મશાલ ઓલમ્પિયાના હેરાના મંદિરની જ્યોતમાંથી પ્રગટાવી રમતના સ્થળે લઈ જવાતી.

* ઈ.સ. ૧૯૦૦માં બીજી ઓલિમ્પિક પેરિસમાં યોજાયેલી તેમાં ૨૬ દેશના ૧૩૧૯ રમતવીરો અને ૭૫ રમત હતી. ૧૨ મહિલા રમતવીરોએ પ્રથમવાર ભાગ લીધો.

* ૧૯૦૮માં લંડનમાં યોજાયેલી ઓલિમ્પિકમાં ૧૦૦ રમતોમાં ૨૦૦૦થી વધુ ખેલાડી હતા.

* ઓલિમ્પિક ગેમ્સના પ્રતીકમાં ભૂરા, પીળા, કાળા, લીલા અને લાલ એમ પાંચ રંગ વિશ્વના પાંચ ખંડનું પ્રતીક છે.

* ઈ.સ. ૧૯૨૦ની ઓલિમ્પિકમાં ૧૫૦૦૦ મીટર દોડમાં મેડલ જીતનાર ફિલિપ નોએલ બેકરને ૧૯૫૯માં શાંતિનું નોબેલ મળેલું.

Tags :