Zagmag

પ્રાણીઓ વિશે નવાઈની વાત

By GS Team
20 Nov 20261 min read
પ્રાણીઓ વિશે નવાઈની વાત
  • પૃથ્વી પરના સસ્તન પ્રાણીઓના ૨૩ ટકા પ્રાણીઓ ઊડી શકે છે. આ વાત સાંભળીએ તો નવાઈ લાગે પણ વાત સાચી છે. ઊડી શકનાર એકમાત્ર સસ્તન પ્રાણી ચામાચિડીયા પૃથ્વી પરના સસ્તન પ્રાણીઓની વસતીનો ૨૩ ટકા ભાગ રોકે છે.
  • ઓસ્ટ્રેલિયામાં માણસો કરતા ઘેટાંની વસતી વધુ છે. ત્યાં ૧૪.૭ કરોડ ઘેટા છે. એટલે કે એક માણસ દીઠ ૮ થી ૯ ઘેટાં.
  • સ્પર્મ વ્હેલ માછલી દરિયામાં દોઢ કિલોમીટરની ઊંડાઈએ બે કલાક સુધી રહી શકે છે.
  • ચિમ્પાન્ઝી ઉંમર વધે ત્યારે ટાલિયા થઈ જાય છે.
  • માદા કાંગારૂ જુદી જુદી વયના બચ્ચા માટે એક સાથે બે પ્રકારનું દૂધ આપે છે.
  • કીડીખાઉ એકમાત્ર એવું સ્થળચર છે કે જેને દાંત નથી.
  • ઉંદર અને સસલા જેવા કાતરી ખાનારા નાના પ્રાણીઓ કરોડો ટન અનાજ અને ઉભા પાકને નુકસાન કરે છે.