આંચકામાંથી આવક .
Updated: Sep 15th, 2023
વી જળી કામનો એક મિકેનિક. નામ તેનું ડેનિયલ ઓસુલિવાન. જ્યારે જ્યારે તે વીજળી કામે જાય ત્યારે પોતાની સાથે એક રબ્બરની ચટાઈ લઈ જાય. વીજળીનું કામ કરતાં 'શોક' લાગે નહીં માટે તે રબ્બરની એ ચટાઈ પાથરતો. તે ઉપર ઊભો રહેતો અને કામ કરતો. પણ એમાં બરાબર ફાવે નહીં. રબ્બર વારે વારે ખસી જાય.
અંતમાં એણે બૂટના આકારનું જ રબ્બર કાપ્યું. સોલ તરીકે જડી દીધું બૂટને. બસ, હવે તો બૂટની સાથે જ રબ્બર રહેવા લાગ્યું. ગોઠવવાની ચિંતા નહીં, જવાનો ડર નહીં, સાથીઓ સંતાડી શકે નહીં અને સાથે જુદું રાખવાની ચિંતા નહીં. પાછી એમાં સગવડ પણ ઘણી હતી.
એક બૂટના વેપારીએ તેની આ વાત સાંભળી. ડેનિયલના સહકારથી તેણે રબ્બરના સોલનું 'પેટન્ટ' લીધું.
અને રબ્બરના સોલનો ઉદય થયો. વીજળી કામના કારીગરો મારે તો એ બૂટ ખૂબ જ આશીર્વાદરૂપ થઈ પડયા.
ખુદ ડેનિયલ એ જ શોધમાંથી એટલું કમાયો કે તેણે રબ્બરના સોલનું કારખાનું જ ઊભું કરી દીધું.