ઇન્ડિયન બ્લેક બક: કાળું હરણ
વ નવગડાનાં પ્રાણીઓમાં હરણ સૌથી સુંદર અને નિર્દોષ પ્રાણી છે. હરણ ઘણી જાતના અને ઘણા રંગનાં જોવા મળે છે. ભારતમાં જોવા મળતા કાળા હરણ વિશ્વ પ્રસિધ્ધ છે. કાળા હરણ ૩૨ ઇંચ ઊંચાઈના હોય છે. તેની પીઠ કાળા રંગની રૂવાંટીવાળી હોય છે. દાઢી અને પગ પર સફેદ વાળ હોય છે. તેની આંખની આસપાસ સફેદ રંગનું કુંડાળુ હોય છે. માદા હરણ બદામી રંગના હોય છે. અને માદાને શિંગડાં હોતાં નથી. ઘાસ અને નાના છોડ ખાનારૂં આ પ્રાણી બીકણ હોય છે અને ટોળામાં રહે છે. હરણ ભયભીત થાય ત્યારે ખૂબ જ ઝડપથી દોડી શકે છે. આ હરણ બાર વર્ષનું આયુષ્ય ભોગવે છે. વાઘ અને સિંહનો હરણ પ્રિય શિકાર છે. કાળા હરણની વિશેષતા તેનાં શિંગડાં છે. નર કાળા હરણને ૨૮ ઇંચ લાબા વળ ચડેલા આકર્ષક શિંગડા હોય છે.