Get The App

કેન્યાનું ફ્લેમિંગોનું સ્વર્ગ : લેક નાકુસ

Updated: Jul 18th, 2020

GS TEAM

Google News
Google News
કેન્યાનું ફ્લેમિંગોનું સ્વર્ગ : લેક નાકુસ 1 - image


આ ફ્રિકા એટલે વિશ્વભર માટે જંગલી પ્રાણીઓ જોવા માટેનું સફારીનું સ્થળ. આફ્રિકાના દેશો તેના જંગલો, ઘાસિયા મેદાનો અને પ્રાણી પક્ષીઓની વિવિધતા માટે જાણીતા છે. કેન્યાનું લેક નાકુસ પણ તેની વિશેષતાને કારણે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સ્થાન પામ્યું છે. આ તળાવ તેમાં આવતા લાખો ફ્લેમિંગો માટે જાણીતું છે. આખા શિયાળા દરમિયાન આ વિસ્તારમાં ફ્લેમિંગો સિવાય કંઈ જ નજરે પડતું નથી. તળાવની આસપાસ મેદાનો કાળા ગેંડા, જીરાફ અને જંગલી ભેંસો પુષ્કળ જોવા મળે છે. હિંસક પ્રાણીઓ ઓછા હોવાથી આ વનસ્પતિ આહારી પ્રાણીઓ મુક્ત રીતે ફરતાં જોવા મળે છે. દર વર્ષે લાખો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે.

Tags :