ડોલ્બી સ્ટિરિયો સિસ્ટમ શું છે?
ફિ લ્મોમાં અવાજની વધુ ગુણવત્તાવાળી ડોલ્બી સાઉન્ડ સિસ્ટમ જાણીતી છે. ડોલ્બી સિસ્ટમ ૧૯૬૭માં રેમન ડોલ્બી નામના અમેરિકને શોધેલી. ફિલ્મના સાઉન્ડમાંથી બિનજરૂરી ઘોંઘાટ આ સિસ્ટમ દૂર કરે છે. ફિલ્મના શુટિંગ દરમિયાન અવાજનું રેકોડિંગ કરતી વખતે યંત્રોના ઝીણા અવાજ, પવનના સુસવાટા, પંખા કે એ.સી.ના સૂક્ષ્મ અવાજ પણ રેકોડિંગમાં સામેલ થાય અને મૂળ અવાજને અસર કરે.
ડોલ્બી સિસ્ટમ એક એવી ચીપ છે કે જે રેકોડિંગ થયેલા અવાજને ચાળીને બિનજરૂરી ઘોંઘાટ દૂર કરી મૂળ અવાજને ચોખ્ખો કરે છે. ડોલ્બી સિસ્ટમના ઉપયોગથી અવાજનું રેકોડિંગ સ્પષ્ટ અને અસરકારક થાય છે. મોટા ભાગના રેકોર્િંડગમાં ડોલ્બી સિસ્ટમનો ઉપયોગ થાય છે.